તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ચોરાયેલા ટ્રેક્ટરને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી ભચાઉ પોલીસ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંબરડીથી ચોરાયેલું ટ્રેક્ટર જુની મોટી ચીરઈ પાસેથી મળ્યું

ભચાઉમાં ટ્રેક્ટર ચોરાઈ ગયાની ફરિયાદ પોલીસ ચોપડે ચડ્યાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપીને મુદામાલને કબ્જે કરવામાં સફળતા મેળવી હતી. ભચાઉ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ગતરાત્રે આંબરડી ગામ ખાતે થી એક લાખની કિંમતનું ટ્રેક્ટર ચોરી થઈ ગયું હતું. જે આરોપી ચાલક જુની મોટી ચીરઈ થી પશુડા ગામ તરફ જઈ રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે પીછો કરીને દરગાહ પાસેથી ચોરીમાં ગયેલા ટ્રેક્ટર સાથે આરોપી શામજી છગન કોલી (ઉ.વ.21) (રહે. વથાણની બાજુમાં, આંબરડી, ભચાઉ) ને પકડી પાડ્યો હતો. આ કામગીરીમાં પીઆઈ એસ.એન. કરંગીયા, બળદેવસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ ગોહીલ, અશોક ઠાકોર, સુરેશભાઈ પીઠીયા સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો