હુકુમ:પૂર્વ કચ્છના બે અલગ કેસમાં બુટલેગરોની જામીન અરજી ભચાઉની અદાલતે ફગાવી

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાપરના પૂર્વ નગર સેવકના ભાઇએ આગોતરા, મેઘપર(બો)ના બુટલેગરે રેગ્યુલર જામીન અરજી કરી હતી

રાપરના ત્રંબૌની વાડીમાંથી 16 જુલાઇના રોજ રાપરના પૂર્વ નગરસેવકના ભાઇનો દારૂ વાડીમાંથી ઝડપાયા બાદ પકડાયેલા આરોપીએ કરેલી જામીન અરજી તેમજ રાપરના મેવાસા પાસેથી તા.16 જુલાઇ 2020ના રોજ પકડાયેલા દારૂના ગુનામાં મેઘપર બોરીચી રહેતા બુટલેગરના જામીન ભચાઉ કોર્ટે ફગાવ્યા હતા. રાપરના પૂર્વ નગરપ્રમુખના ભાઈ રાજેશ ઊર્ફે રામરાવણ લખમણ કારોત્રા દ્વારા ત્રંબૌ ગામની વાડીમાં રખાયેલો રૂ.1.28 લાખનો દારૂનો જથ્થો તાફ19 જુલાઇ 2021 ના રોજ પકડાયો હતો.

આ સંદર્ભે ચાલતા કેસમાં સરકાર પક્ષે એડવોકેટ ડી.એસ.જાડેજા એ કરેલી દલીલો તેમજ આ ગુનામાં પોલીસને આરોપીના ગુના અંગે નામજોગ બાતમી મળી હતી અને તેની મુખ્ય ભૂમિકા જોતાં કસ્ટોડિયલ ઈન્ટરોગેશન જરૂરી હોવાનું કહીને ભચાઉના નવમા અધિક સેશન્સ જજે રાજેશની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.તો, રાપર તાલુકાના મેવાસા ગામે ગત 16-12-2020ના રોજ આડેસર પોલીસે ભાદરકા હોટેલના પાર્કિંગમાં પડેલાં એક ટ્રેલરમાંથી 19.62 લાખનો શરાબ જપ્ત કર્યો હતો.

દારૂનો જથ્થો મેઘપર બોરીચીની પંચરત્ન સોસાયટીમાં રહેતા અજયસિંહ નટુજી વાઘેલાએ મગાવ્યો હતો. આ ગુનામાં લાંબા સમય ભાગેડુ રહી પકડાયેલા અજયે ભચાઉ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી. જો કે, ગુનામાં આરોપીની મુખ્ય ભૂમિકાને અનુલક્ષીને તેમજ સરકાર પક્ષે એડવોકેટ આર.એમ.પરમારીની દલીલો ધ્યાને રાખી ભચાઉ સેશન્સ કોર્ટે તેની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે. આરોપી સામે પ્રોહિબિશનના અન્ય બે ગુના પણ નોંધાયેલાં છે.

અન્ય સમાચારો પણ છે...