ક્રાઇમ:બેલામાં પાણીના વોકળામાં આવવા મુદ્દે ધારિયું મરાયું

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપર તાલુકાના બેલા ગામ ખાતે પાણીના વોકળામાં આવવા મુદ્દે યુવાનને ઉંધું ધારિયું ફટકારી ઇજા પહોંચાડાઇ હોવાની ફરિયાદ બાલાસર પોલીસ મથકે નોંધાઇ છે.તા.6/10 ના બનેલી આ ઘટનામાં મુળ બેલાના હાલે આદિપુર રહેતા20 વર્ષીય વિશબબેરામભાઇ ધરમશીભાઇ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, બેલા ખાતે જ રહેતા પ્રતાપસિંહ જયેન્દ્રસિંહ વાઘેલાએ તેમને તું પાણીના વોકળામાં કેમ આવે છે કહી ઉંધું ધારિયું ફટકારી પીંડીના ભાગે ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...