સ્પર્ધા:યુવા ઊર્જા સાથે બાસ્કેટ બોલ સ્પર્ધા સંપન્ન: 27 ટીમોએ ભાગ લીધો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિપુરના એસઆરસી પ્લે ફીલ્ડમાં સ્પૉર્ટ વીન દ્વારા બાસ્કેટ બોલ લીગની ત્રીજી સીઝનનું આયોજન કરાયું હતું. જેમાં કચ્છના ભુજ, ગાંધીધામ અને રાજકોટથી પણ ગલ્સ અને બોય્સની કુલ 27 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર 17 કેટેગરી માં ભુજની વાયડીટી ટીમ અને ઓપન કેટેગરીમાં આદિપુરની ગોલ્ડન ઈગલ ટીમ વિજેતા બની હતી. આયોજનમાં દેવ મોહનાની, પ્રશાંત ઠક્કર, વીશ્વજીત જાડેજાએ સહયોગ આપ્યો હતો, તો સફળ બનાવવા રોનક જાંગીડ, એન્ડ્રુ ડીસોઝા, સુનીલ કે. સહિતની ટીમએ જહેમત ઉઠાવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે લોકોમાં સ્પોર્ટ્સ અંગે જાગૃતતા આવે અને કચ્છમાં તે અંગેનું કલ્ચર વિકસે તેજ તેમનો મુખ્ય લક્ષ્ય છે.

અન્ય સમાચારો પણ છે...