કાર્યવાહી:મીઠીરોહર પાસેથી 23.37 લાખનું બેઝ ઓઈલ ઝડપાયું

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેઝઓઈલનો કારોબાર હજી ધમધમે છે

ગાંધીધામના મીઠીરોહરમાં બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને બેઝઓઈલ મીશ્રીત 23.37 લાખની કિંમતનો જથ્થ્જો ઝડપી પાડ્યો હતો. જે સાથે હાજર મળી આવેલા બે વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. સોમવારના સાંજે બી ડિવિઝન પોલીસે મીઠીરોહરની સીમમાં આવેલા બંસલ કાર્ગો મુવર્સ કન્ઝ્યુમર પંપમાં ધસી ગયા હતા.

જ્યાં પંપમાં બેઝ ઓઈલ અને બાયોડીઝલ નું મિક્સીંગ કરી પંપના માલીક અને સંચાલક વિકાસભાઈ રતનલાલ બંસલ અને શિવજીભાઈ ખુમાભાઈ રબારી (રહે. ગાંધીધામ) પોતાના ભોગવટાના પંપમાં તેમજ સ્ટોરેજ ટેંકમાં બેઝ ઓઈલનો જથ્થાનો સંગ્રહ કરી પોતાની માલીકીના વાહનોમાં ઈંધણ તરીકે ઉપયોગ કરવાના હેતુથી સંગ્રહ કર્યુ હોવાનું બાતમીના આધારે ધસી જઈ તપાસ કરતા બાયો ડીઝલ 42,000 લીટર કે જેની કિંમત 23,37,500 થવા જાય છે, તેને જપ્ત કરી બન્ને વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમો તળે ગુનો નોંધાયો હતો. નોંધવું રહ્યું કે બેઝ ઓઈલનો કારોબાર અંદરખાને હજી પણ ધમધમતો હોવાની ચર્ચાના પગલે બહુ આયામી અને વિવિધ એજન્સીઓ થકી તપાસનો દોર હાથ ધરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...