કોરોનાનો કહેર / સુંદરપુરી ચાર રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં આડશ ગોઠવી દેવાઇ

Barricades were set up in the Sundarpuri Char Rasta vegetable market area
X
Barricades were set up in the Sundarpuri Char Rasta vegetable market area

  • કોરોનાના પગલે દાખવવી જોઇતી ગંભીરતાને કરાતી હતી નજરઅંદાજ

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:00 AM IST

ગાંધીધામ. નગરપાલિકા દ્વારા કોરોનાના પગલે અગાઉ સુંદરપુરીની શાકભાજીની માર્કેટ અને ચારસો કવાટર્સની માર્કેટને અન્યત્ર ખસેડવામાં આવી હતી. પરીસ્થિતિ હળવી થતી ગઇ તેમ તેમ સુંદરપુરી સહીતના વિસ્તારોમાં પુન: શાકમાર્કેટ શરૂ થતા અને આ વિસ્તારમાં કોરોના પોઝીટીવનો કેસ આવતા રહીશો દ્વારા આ બાબતની ગંભીરતા દાખવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ બાબતે પાલિકાએ આખરે સતર્કતા દાખવીને આજે શાકમાર્કેટ ન ભરાય તે માટે આડશ ગોઠવવાની કામગીરી સાંજથી શરૂ કરી હતી. 

પાણીના ટાંકા પાસે શાકભાજીની બજાર બંધ કરાવાઇ
શહેરમાં કોરોનાના પગલે સામાજીક અંતર જળવાય તે માટે નગરપાલિકાને આપવામાં આવેલી સુચના પછી સુંદરપુરીની શાકમાર્કેટ, સોનલધામના મેદાન પાસે અને ચારસો કવાટર્સની માર્કેટને મામલતદાર કચેરી પાછળ ખસેડવામાં આવી હતી. હંગામી ધોરણે કરવામાં આવેલી આ વ્યવસ્થામાં અવારનવાર સામાજીક અંતર જળવાતું ન હોવાની બુમરાળ ઉઠી હતી. મામલતદાર કચેરી પાછળના ભાગે એસપી એ પણ રાઉન્ડ લઇને આ બાબતની પાલિકાને ટકોર કરી હતી અને પગલાં ભરવા માટે માંગણી કરી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી