તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક મુલત્વી:માંડ બોલાવેલી રોગી કલ્યાણ સમિતિની બેઠક મુલત્વી રહી

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 માસે મળતી મીટિંગ લાંબા સમયથી બેઠક મળતી જ ન હતી
  • કેટલાક સભ્યોને જાણકારી ન મળતાં રામબાગ હોસ્પિટલ પહોંચ્યા

રામબાગ હોસ્પિટલના સંચાલન માટે રોગી કલ્યાણ સમિતિ બનાવવામાં આવી છે. સામાન્ય રીતે દર 6 મહિને આ સમિતિ બોલાવીને નિર્ણય લેવાતા હોય છે. આ સમિતિની મીટિંગ લાંબા સમયથી ન મળતાં ફરિયાદ ઉઠી હતી. આખરે મીટિંગ બોલાવવા માટે નક્કી કરાયા પછી કોઇ કારણોસર આ બેઠક મુલત્વી રાખવામાં આવતાં અનેક તર્કવિતર્ક ઉઠી રહ્યા છે. જોકે, સંદેશાઓ મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સભ્યોને છેલ્લી ઘડી સુધી જાણકારી ન હોય રાહ જોઇને બેસી રહ્યા પછી માહિતી મળી કે આજની બેઠક તો મુલત્વી રાખવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તબીબી સુવિધાઓ સારી રીતે મળી રહે તે માટે સરકાર ભલે લાખો રૂપિયાની સાધન સુવિધાઓ વસાવે પરંતુ તેનો વહીવટ કેવી રીતે થાય તે પણ અગત્યનું બનતું હોય છે. સૂત્રોના દાવા મુજબ રામબાગમાં એક ઇમારત પણ તૈયાર થઇ રહી છે, તેમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. દરમિયાન રોગી કલ્યાણ સમિતિ અધ્યક્ષ પ્રાંત ઓફિસર છે. આ કમીટીની મીટિંગ મળતી ન હોવાને લઇને કચવાટ ઉભો થયો હતો. આજે બેઠક બોલાવવા માટે એજન્ડા બહાર પાડવામાં આવ્યો હતો. તા.12મીના રોજ સંબંધિત સભ્યોને આ બાબતની જાણકારી આપી દેવામાં આવી હતી. આમ લાંબા સમયથી અટકેલા નિર્ણયો ફરી એક વખત પાછા ઠેલાયા હતા. જે બાબત ચર્ચાસ્પદ બની છે.

કમિટીમાં કયા કયા સભ્યો છે?
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડૉ. અનુજ શ્રીવાસ્તવ, ડૉ. ભાવેશ આચાર્ય, વિમલભાઇ વાઘેલા, ડૉ. ભાવિન ખત્રી, અરજણભાઇ કાનગડ, રાજુભાઇ શાહ, ડૉ. અરવિંદ સિન્હા, ડૉ. દિનેશ સુતરીયા, દિવ્યાબા જાડેજા, જખુભાઇ મહેશ્વરી, સભ્યોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...