તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચેરીઓમાં કોરોનાનો ભરડો:બેંક શાખા બંધ કરવી પડી; શુક્રવારે 809ને રસી અપાઈઃ ખાનગી હોસ્પિટલો પર ફરી ઉઠતા આક્ષેપ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી સપ્તાહમાં કેસ વધવાની સંભાવના અને એક પણ સરકારી વ્યવસ્થા નહી!

ગાંધીધામ તાલુકામાં એક તરફ જ્યાં રસીકરણ આગળ ધપી રહ્યું છે, તો બીજી તરફ નવા કોરોના કેસ આવવાનો સીલસીલો પણ સતત ચાલી રહ્યો છે. શહેર મધ્યે આવેલી એક બેંકમા તો ઘણા કર્મચારીઓએ એક સાથે પોઝિટિવ આવતા બેંક શાખા બંધ કરી દેવાની ફરજ પડી હતી. સુત્રોનું માનીયે જે રીતે કેસોની સંખ્યા વધી રહી છે, તેમ આગામી સપ્તાહમાં વધુ નવા કેસ જોવા મળે તેવી સંભાવના છે.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ શુક્રવારે 809 લોકોને રસી અપાઈ હોવાનું જણાવ્યું હતું. તો રસીકરણ માટે રામબાગ, આદિપુર, સુંદરપુરી, અર્બન હેલ્થ સેન્ટર, ગણેશનગર, કિડાણા, નગરપાલિકા અગ્રસેન ભવન, મારવાડી ભવન, ઝુલેલાલ મંદિર સહિતના સ્થળોએ પણ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગાંધીધામ તાલુકામાં હજી સુધી એક પણ સરકારી કોરોના વ્યવસ્થા શરૂ કરવામાં આવી નથી. વધતા કેસોની સામે સરકાર માન્ય કોઇ વ્યવસ્થા ઉભી ના કરાતા સામાન્ય લોકો માટે ચિંતાનો સબબ બની રહ્યો છે. તો વધુ એક વાર ખાનગી હોસ્પિટલો પર વધુ રુપિયા લેવાતા હોવાના આક્ષેપ તીવ્ર બન્યા છે. સોશ્યલ મીડિયા પર ગાંધીધામની હોસ્પિટલનું બીલ વાઈરલ થઈ રહ્યું છે, જેમાં દર્દીને માત્ર 12 કલાક રાખવા માટે 1.30 લાખનું બિલ અપાયાનું જણાવાઈ રહ્યું છે. જે માટે પીએમઓ અને આરોગ્ય મંત્રીનું પણ સ્થાનિક તબીબ દ્વારા ધ્યાન આકર્ષીત કરવાનો પ્રયાસ કરાયો છે. વેક્સીનેશનની પ્રક્રિયામાં 80થી વધુ વયના લોકો પણ જોડાઈને લોકો માટે પ્રેરણા રુપ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો