આજે મતગણતરી:બેલેટ પેપરથી યોજાયેલી ચૂંટણીમાં ચાર રાઉન્ડમાં પરિણામ અપાશે તેવી ધારણા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 ગ્રામ પંચાયતોની આજે મતગણતરી : બપોરે ત્રણ વાગ્યા સુધી પરિણામ સ્પષ્ટ થવાની શક્યતા
  • મૈત્રી સ્કૂલ ખાતે મતગણતરીની કામગીરી માટે તૈયારી શરૂ કરવામાં આવીઃ 60 જેટલા કર્મચારી મેદાને, સવારે 9 વાગ્યે શરૂ થશે ગણતરી

ગાંધીધામની 6 ગ્રામ પંચાયતો માટે ગઈકાલે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી હવે મંગળવારના મતગણતરીની કામગીરી હાથ ધરાનાર છે તે અંગે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મૈત્રી સ્કૂલમાં યોજાનાર મત ગણતરી નો સવારના 9:00 કરવામાં આવશે. 60 જેટલા કર્મચારી અને અન્યો આ કામગીરીમાં જોડાશે. જ્યારે બીજી બાજુ જે તે ઉમેદવારો દ્વારા પોતાના એજન્ટને મતગણતરીમાં રાખવાના છે તે અંગે પણ તૈયારી કરી દેવામાં આવી છે. આમ હવે તંત્ર અને ઉભા રહેલા ઉમેદવારો અને બંને પક્ષે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

સૌથી નાના તાલુકાની સાત ગ્રામ પંચાયતો પૈકી એક ગળપાદરમાં સમરસ થતાં છ ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં 60 ટકા જેટલું મતદાન થયું છે જેને પરિણામે કેટલાક ઉમેદવારો ના જીતના સમીકરણો પણ અટપટા થઈ જાય તેવી શક્યતા ઊભી થઈ છે. જિલ્લામાં ભલે સૌથી નાના અને ઓછા મતદાન ની ટકાવારી નોંધાવ્યું હોય પરંતુ આ ગામોના રાજકારણના રંગઢંગ અનેરાછે અને તેને લઈને અનેકવિધ અટકળો પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે.

મતદાન પૂર્ણ થયા પછી જે તે ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા આંકડાકીય માહિતી મેળવીને તેની જીત ના કેટલા ચાન્સિસ છે તે અંગે પણ ગણતરી કરી છે અને છાતી ઠોકીને કેટલાક આગેવાનો પોતાના સમર્થક ઉમેદવારો જીતી રહ્યાનો દાવો પણ કરી રહ્યા છે. દરમિયાન બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની કામગીરી પણ સુપેરે પાર પાડવા માટેની કાર્યવાહી માં લાગી ગયું છે .મામલતદાર મેહુલ ડાભાણી ,નાયબ મામલતદાર હરિશ જોશી વગેરે ની ટીમ દ્વારા મંગળવારે હાથ ધરાનાર મત ગણતરીની કામગીરીમાં કોઈ કચાશ ન રહે તે માટેની તૈયારી માં લાગી ગયા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સવારના 9 કલાકે શરૂ થનાર મત ગણતરીની કામગીરીમાં અંદાજે 60 જણાનો સ્ટાફ જોડાશે. ચાર જેટલા રાઉન્ડમાં મતગણતરીની કામગીરી પૂર્ણ કરવા ની ધારણા છે. વળી સરપંચ અને વોર્ડ સભ્ય માટેની એક સાથે જ મતગણતરી હાથ ધરાય તેવી પણ શક્યતા છે .સૂત્રોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ કલાક સુધીમાં ગાંધીધામ તાલુકા નું ચિત્ર સ્પષ્ટ થઇ જાય તેવી શક્યતા છે.

કેટલાક ઉમેદવારોની ઉંઘ ઉડી ગઈ
ગ્રામ પંચાયતોમાં થયેલા મતદાન પછી કેટલાક ઉમેદવારો ની ઊંઘ ઉડી ગઈ છે પોકેટ વિસ્તારોમાં મતદાન થયા પછી કેટલાક ઉમેદવારોને તેની જીત ના સો ટકા ચાન્સ હોવાના શ્રદ્ધા સાથે દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક આગેવાનોના સમર્થકો ની ઊંઘ ઉડી ગઈ છે. સામાન્ય રીતે ભલે આ ચૂંટણી પણ કોઈ પક્ષના બેનર હેઠળ લડાઈ ન હતી પરંતુ અંદરખાને તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના આગેવાનો કેટલાક સક્રિય રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...