ભુજ:ભીમાસર પાસે પાઇપલાઇનમાંથી ડીઝલ ચોરી કેસમાં જામીન ફગાવાયા

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ કોર્ટે ડીઝલ ચોરીના કેસમાં વિડીયો કોલિંગથી સુનાવણી કરી

રાપર તાલુકાના ભીમાસર સીમમાંથી પસાર થતી એચપીસીએલની મુન્દ્રાથી દીલ્હી જતી પાઇપલાઇનમાં પંક્ચર કરી ડીઝલ ચોરીમાં પકડાયેલા આરોપીઓએ કરેલી જામીન અરજી ભચાઉ અધીક સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

ચાર મહિના પહેલાં એચપીસીએલની લાઇનમાંથી 4.90 લાખનું ડિઝલ ચોરાયું હોવાની ફરિયાદ થઇ હતી
આ કેસની વિગતો એવી છે કે, આશરે ચારેક માસ પહેલા રાપરના ભીમાસરની સીમમાંથી પસાર થતી એચપીસીએલની ડીઝલ પાઈપલાઈનમાંથી આરોપી રાપરનાકમલેશ ઉર્ફે કેવીન ભાણજી બેરા, અમદાવાદનામહમદ નૌશાદ શેખ, સુલતાન બાબુખાન પઠાણ, રાપરના ઈશ્વર કુંભા ચૌહાણ, ભીમાસરના ઈશ્વર વેલા સોઢા, કીડીયાનગરના રમેશ રાણા મકવાણા, ચિત્રોડના અશોક રણમલ ડોડીયાએ સાથે મળી ભીમાસર ગામની સીમનું ખેતર ભાડે રાખી લઇ તેમાંથી પસાર થતી પાઇપલાઇનમાં પંક્ચર પાડી રૂ.4,90,000 ની કિંમતના 7000 લીટર ડિઝલની ચોરી કરી હતી જે બામતે તેમના વિરૂધ્ધ ગુનો નોંધાયા બાદ એટીએસની ટીમે આરોપી કમલેશ ઉર્ફે કેવિન બેરાને પકડી લઇ તપાસ કરી હતી આ તપાસ પુરી થયા બાદ આરોપીએ ભચાઉ અધિક સેશન્સ જજ ની કોર્ટમાં જામીન અરજી કરી હતી જેનું હિયરિંગ વિડીયો કોલિંગ મારફત કરાયું હતું જેમાં સરકારી વકીલ ડી.બી.જોગીએ કરેલી ધારદાર દલીલો માન્ય રાખી ભચાઉ અધિક સેશન્સ કોર્ટે જામીન રદ્દ કર્યા હતા. ત્યારબાદ આરોપી મહમદ ઉર્ફે નૌશાદ તથા સુલતાન પઠાણની પોલીસે અટક કરેલ અને તપાસ બાદ જેલ હવાલે કરાયા હતા અને ત્રણેય આરોપી વિરૂધ્ધની તપાસ પુર્ણ થતાં એટીએસ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસમાં નાસતા ફરતા આરોપી રમેશ રાણા મકવાણાએ આગોતરા જામીન મેળવવા નામદાર અધિક જિલ્લા કોર્ટ ભચાઉમાં અરજી કરતાં તેનું હીયરીંગ થતાં સરકારી વકીલ ડી.બી.જોગીએ વિગતવારની દલીલ કરતા આરોપીની આગોતરા જામીન નામંજુર થયેલ અને છેલ્લે જેલમાં રહેલ આરોપી સુલતાન બાબુખાન પઠાણ દ્વારા જામીન અરજી રજુ થતાં અને તેનું હીયરીંગ થતા તેમાં પણ સરકારી વકીલ ડી.બી.જોગી સમજણપૂર્વક દલીલો કરતાં તેની રેગ્યુલર જામીન અરજી ભચાઉની અધીક જિલ્લા કોર્ટ ન્યાયધિશે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...