ક્રાઇમ / ગવરીપરમાં દુષ્કર્મ કરનાર આરોપીના જામીન નામંજૂર

Bail denied to accused of misconduct in Gavaripar
X
Bail denied to accused of misconduct in Gavaripar

દિવ્ય ભાસ્કર

Jul 14, 2020, 04:00 AM IST

ગાંધીધામ. રાપર તાલુકાના ગવરીપર ગામની સીમમાં છરીની અણીએ દુષ્કર્મ ગુજારી સિગરેટના ડાંભ આપનાર આરોપીની જામીન અરજી ભચાઉ કોર્ટે નામંજુર કર્યા હતા. આ બનાવની છિગતો એવી છે કે, છ માસ પહેલાં ગવરીપર ગામની સીમમાં સુવઇ ગામના મનસુખ ઉર્ફે અનિયો ગાભુ કોલી નામના ઇસમે જે ખેતરમાં તે ભાગિયા તરીકે ખેડતો હતો . તે ખેતરમાં પોતાના જ ખેતરમાં કામ કરી રહેલી યુવતીને છરી દેખાડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યા ઉપરાંત સિગારેટના ડામ પણ આપ્યા હતા અને માર પણ માર્યો હતો. સાથે જો કોઇને કહીશ તો વીડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ ચાર થી પાંચ વખત દુષ્કર્મ આચરી અને દોઢ લાખ જેવી રકમ પણ ભોગ બનનાર પાસેથી ધાક ધમકી કરી વસૂલી હતી. આરોપીએ વધારે પૈસાની માગણી કરતાં ભોગ બનનારે ઘરે ફરીયાદ કરી દેતાં આ આરોપીએ વીડીયો વાયરલ કરી નાખ્યો હતો. આ બાબતે રાપર પોલીસ મથકે ભોગ બનનારના પરિવારે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની અટક કરી જેલ હવાલે કર્યો હતો.

આરોપીએ જામિન પર મુક્ત થવા ભચાઉ અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી 
દરમિયાન આરોપીએ જામિન પર મુક્ત થવા ભચાઉ અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની વિડિયો કોન્ફરન્સથી સુનાવણી કરવામાં આવી હતી જેમાં સરકારી વકીલ ડી.બી.જોગીએ કરેલી ધારદાર દલીલો અને લંબાણ પૂર્વકની કરેલી દલીલો તેમજ વાયરલ કરાયેલી વીડીયો ક્લીપ એફએસએલમાં મોકલાવેલી હોવાને કારણે ફરિયાદી પાસેથી તેની કોપી કોર્ટ સમક્ષ રજુ કરી હતી. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ ભચાઉ ના અધિક સેશન્સ જજે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી