તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજરવા કારીગીરી:કચ્છી રજરવા કારીગીરી શીખી 10 દેશોના કારીગરોએ જીત્યા એવોર્ડ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભુજના 70 વર્ષીય મુકેશભાઇ વિદેશીઓ માટે છે ચાંદીકામના ગુરૂ
 • જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ જેવા દેશોના કારીગરો ટ્રેનિંગ લે છે

એક તરફ કચ્છમાં કચ્છી ચાંદી વર્કના કારીગરો સાવ ઘટી ગયા છે તો બીજી તરફ ભુજના 70 વર્ષીય મુકેશભાઇ અમૃતલાલ પોમલ વર્ષ-2001 ના વિનાશક ભૂકંપબાદ જાણે જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ જેવા દેશોના કારીગરો માટે ચાંદીની રજરવા કારીગીરી માટે યુનિવર્સિટી બની ગયા છે તેમ કહીએ તો ખોટું નથી કારણ કે મુકેશભાઇના જણાવ્યા પ્રમાણે તેમની પાસેથી શીખી ગયેલા 10 જેટલા વિદેશીઓ તો આ કળા શીખી પોતાના દેશમાં આ કળામાં એવોર્ડ પણ જીતી ચુક્યા છે.

મુકેશભાઇ પોમલ જણાવે છે કે આ વિદેશી કારીગરો તેમની પાસે શિખવા આવે છે ત્યારે તેમના ઘરમાં જ તેઓ ધામા નાખે છે, જમે પણ અહીં અને રહે પા તેમના ઘરે જ. આ કારીગીરી ઝીણુકામ હોવાને કારણે ખંત જરૂરી છે અને આ તમામ વિદેશી કારીગરો તેમની સૂચના મુજબ એકદમ ખંત પૂર્વક આ કચ્છી કળા શીખે છે. મુકેશભાઇનો પુત્ર જય કહે છે કે વિદેશથી પિતા પાસે શિખવા આવતા કારીગરો અહીં શિખ્યા બાદ પોતાના દેશમાં ડિઝાઇનમાં પોતાના ઇનોવેટિવ ફેરફારથી વધુ સફળતા પણ મળે છે.

જાપાનની ‘હાફા’ કંપનીએ અહીં શીખ્યા એટલે સિમ્બોલમાં ‘નમસ્તે’ લખાવ્યું
મુકેશભાઇ પોમલ કહે છે સૌથી વધુ જાપાન અને ઓસ્ટ્રેલિયાથી કારીગરો શિખવા આવે છે. જેમાં જાપાનની “હાફા” કંપનીના કારબીગરો તેમની પાસેથી શિખ્યા છે એટલે પોતાની કંપનીના સિમ્બોલમાં ગુજરાતીમાં ચાંદીમાં કોતરેલું “નમસ્તે” લખાવ્યું છે જે ગૌરવની વાત છે.

કંપનીના સિમ્બોલમાં ગુજરાતીમાં ચાંદીમાં કોતરેલું “નમસ્તે” લખાવ્યું
કંપનીના સિમ્બોલમાં ગુજરાતીમાં ચાંદીમાં કોતરેલું “નમસ્તે” લખાવ્યું

અમેરિકાના માર્ક કેપલે 20 વર્ષથી આવે છે અને તેમના પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો
ચાંદીની રજરવા કારીગીરી શખવાડતા મુકેશભાઇ પાસે અમેરિકાના માર્ક કેપલે 20 વર્ષથી તેમની પાસે આવે છે અને તેમણે અમેરિકામાં પોતે લખેલા પુસ્તકમાં પણ મુકેશભાઇ અને તેમની કળાનો ઉલ્લેખ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો