તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પીઠ થાબડી:એમબીએ છાત્રોને કોર્પોરેટ ક્ષેત્રે પ્રદાન બદલ એવોર્ડ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તોલાણી મોટવાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા આયોજન
  • વિજયબાલા અશોક શર્મા મેરીટોરિયસ એવાર્ડ ત્રણ છાત્રોને આપીને રોકડ પુરસ્કાર અપાયા

આદિપુરમાં તોલાણી મોટવાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ માં એમબીએની ડીગ્રી લઈને કોર્પોરેટ સેક્ટરમાં પોતાનું યોગદાન આપતા બેચ 2018-’20 અને 2019-’21 ના છાત્રો માટે એક્સલેન્સ એવોર્ડ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રથમ ક્રમે નિરાલી રાઠીને ગોલ્ડ મેડલ, બીજા ક્રમે સોનાલી ઠક્કર ને સિલ્વર મેડલ તથા ત્રીજા ક્રમે મેઘના તારાચંદાનીને બ્રોન્ઝ મેડલ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. બેચ 2019-’21માં પ્રથમ ક્રમે ડિમ્પી કરમચંદાની ને ગોલ્ડ ,બીજા ક્રમે દ્રષ્ટી નેનવાની ને સિલ્વર તથા ત્રીજા ક્રમે જીનલ જાડેજા ને બ્રોન્ઝ મેડલ આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોફેસર અનુજ શર્માએ શિક્ષણ દરેક વ્યક્તિનો જન્મસિદ્ધ અધિકાર છે, અને આપણા સમુદાયના તમામ બાળકોને મફત અને ન્યાયી શિક્ષણ આપવાની સમાજ તરીકે આપણી સામૂહિક જવાબદારી હોવાનું કહ્યું હતુ. તેમણે તેમના માતાના નામે વિજયબાલા અશોક શર્મા મેરીટોરિયસ એવાર્ડની શરૂઆત કરી છે. જે અંતર્ગત આ વર્ષે બને બેચોના વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમ આવેલ પ્રત્યેક વિધાર્થિનીને 50000, બીજા ક્રમેને 30000 તથા ત્રીજા ક્રમે આવેલા છાત્રને 20 હજારનો રોકડ પુરસ્કાર અશોક શર્મા અને તેમના પત્નીના હસ્તે અપાયા હતા.

કોલેજની વિવિધ પ્રવૃત્તિઓમાં નોધ પાત્ર પ્રદાન કરવા વાળા વિધાર્થીઓ ને સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તોલાણી મોટવાણી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ના ડાયરેક્ટર ડો સંપદા કાપસેએ વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિ નું ચિતાર રજુ કર્યો હતો. ડો અંકિત ગાંધી અને પ્રોફસર નિરાલી રાઠી ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ નું સંચાલન જય રાજ્વાની અને દિવ્યા દુદાની એ સંભાળ્યું હતું.

તો ડો. અંકિત ગાંધીએ આભાર વિધિ કરી હતી જેમાં. કાર્યક્રમમાં કોલેજીએટ બોર્ડ ના ચેરપર્સન અંજના હઝારી, કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે મહેશ પુજ, મેઘા પાટીલ, મોહન ગોયલ, અશોક શર્મા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ને સફળ બનાવવા કોલેજ વિધાર્થીઓ અને શિક્ષકો જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...