તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:2 રેલ કર્મીને સતર્કતા માટે એવોર્ડ અપાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ મંડળના 6 કર્મચારીઓનું જનરલ મેનેજરે કર્યુ વર્ચ્યુલ સન્માન
  • ગાંધીધામમાં સંભવિત રેલવે દુર્ઘટના રોકવા માટે અગમચેતીના પગલા લીધા

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર રેલવે સુરક્ષા માટે જાગૃકતા અને સતર્કતા ની સાથે ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ 6 રેલ કર્મચારીઓને વેબિનાર ના માધ્યમ થી પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ડીઆરએમ અમદાવાદ મંડળ દિપક કુમારઝા દ્વારા મેડલ અને પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરાયા હતા. જેમાં ગાંધીધામ સબંધિત બે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

ડીઆરએમએ જણાવ્યું કે રેલવેમાં સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે, દરેક રેલવે કર્મચારી તેના માટે સજાગ રહે છે, ડ્યુટી દરમ્યાન તેમની બાઝ નજર સજાગતા થી રેલ દુર્ઘટનાઓની આશંકા દૂર થાય છે તે જ સમયે, આ હોશિયાર અને સજાગ પ્રહરી અન્ય રેલ્વે કામદારો માટે પણ અનુકરણીય ઉદાહરણો બની જાય છે.

જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 2021 ના દરમિયાન સુરક્ષા ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કાર્ય કરવાવાળા મંડળના 6 સતર્ક રેલ કર્મચારીઓ ને મેન ઓફ ધ મંથ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તથા મેડલ અને પ્રમાણ પત્ર પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સૈયદ ઈમ્તિયાઝ ,પંકજ શ્રીમાળી તથા પ્રવીણ સાગર લોકો પાયલોટ, હરજી રામ મીણા સ્ટેશન માસ્તર,મુલીધર મીણા ફીટર, ગાંધીધામના રવિન્દ્ર કુમાર,રવિ માલગાર્ડ કે જેવોએ સંભવીત રેલ દુર્ઘટનાનોને રોકવામાં સમય રહેતા કાર્ય કર્યું, તેમનો સમાવેશ થાય છે.

આ અંગે ગાંધીધામ એઆરએમ આદિશ પઠાનીયા આનંદ વ્યક્ત કરીને સન્માનિત કર્મચારીઓ પર ગૌરવ હોવાનું વ્યક્ત કર્યું હતું. ગાંધીધામના સ્ટેશન હેડ સત્યેંદ્ર યાદવે પ્રવાસીઓની સુરક્ષા પ્રાથમિકતા હોવાનું અને આ કર્મચારીઓનું વર્તન અન્યો માટે અનુકરણીય હોવાનું જણાવી શુભેચ્છા પાઠવી હતી.

રવિન્દ્ર કુમારે માલગાડીમાંથી ધુમાડો ઉઠતો જોઇને કિડિયાનગર ખાતે ટ્રેન રોકાવી હતી
ગાંધીધામમાં ગાર્ડ તરીકે કાર્યરત રવિંદ્ર કુમાર કન્ટેનરોને લઈ જતી ટ્રેનમાં ડ્યુટી પર હતા ત્યારે તા.08/04/2021ના તેમની ટ્રેન કિડિયાનગર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કાંઈક દુર્ગધનો અનુભવ કર્યો અને ચેક કર્યું તો એક વેગનમાંથી ધુમાડો નિકળતો હતો. જે અંગે લોકો પાયલટને જાણ કરીને ટ્રેનને કિડિયાનગર પદમપુર સેક્શન પર ઉભી રખાવીને તપાસ કરતા વેગનના પૈડા ગરમ થઈ ગયા હોવાનું અને બ્રેક સિલિન્ડર પણ જામ થયા હોવાનું સામે આવ્યું હતું. તેની સતર્કતાના કારણે અસામાન્ય ઘટના થતા અટકી હતી.

પાલનપુર થી ગાંધીધામના રુટ પર લોકો પાયલટ તરીકે કાર્ય કરી રહેલા પ્રવીણ સાગરે પિપરલા અને લખપત વચ્ચે અસામાન્ય જટકાનો અનુભવ કર્યો, જેથી ટ્રેનને નિયત્રીત કરીને સાઈડ કરી સ્ટેશન માસ્ટરને જાણ કરી, તો લાઈનમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. જેનાથી પણ એક દુર્ઘટના થતામાં રહી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...