તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોજેક્ટમાં ઝડપનો અભાવ:ઓસ્લો બ્રિજના ટેન્ડર મંજૂરીની રાહમાં

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાગોર રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા બે વર્ષથી ચાલતી કામગીરી
  • રાજવી ફાટકે પણ ઓવરબ્રિજ બનાવવાના પ્રોજેક્ટમાં ઝડપનો અભાવ : 90 કરોડના પ્રોજેક્ટની ગતિ ધીમી

ગાંધીધામ- આદિપુરનો વિકાસ જેટ ગતિએ થઇ રહ્યો છે. લોકોની પ્રાથમિક જરૂરીયાતો પુરી કરવા માટે નગરપાલિકા દ્વારા જ 100 કરોડથી વધુ રકમનું બજેટ ફાળવવામાં આવે છે. આમ છતાં પાણી, વિજળી, રસ્તા સહિતની સુવિધાઓની ઉણપ હજુ પણ કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે. પાલિકાની ગત બોડીએ પાંચ વર્ષમાં અંદાજે 180 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

શહેરની ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અનેકવિધ રીતે પગલા ભરવા માગણી ઉઠી રહી છે. જે તે માગણી સંદર્ભે પ્રોજેક્ટ પણ તૈયાર કરાઇ રહ્યા છે. અંદાજે દોઢેક વર્ષથી સતત ધમધમતા ટાગોર રોડ પર ઓસ્લો સર્કલે ઓવરબ્રીજ બનાવવા 30 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેના ટેન્ડર મંજુરીની રાહમાં આખરી તબક્કામાં હાલ પહોંચ્યા છે. જ્યારે અન્ય ઠાગાઠૈયા અને કાચબા ગતિએ ચાલતા બહૂ ચર્ચિત બનેલા રાજવી ફાટક ઓવરબ્રીજના મુદ્દે રાજ્ય સરકારના વિભાગમાં ડિઝાઇન તૈયાર થઇ રહી છે.

ગાંધીધામ- આદિપુરમાં અવર જવર કરવા માટે જીવાદોરી બનેલા ઓસ્લો સર્કલ પર ઓવર બ્રીજ બનાવવા માટે રાજ્ય સરકારે મંજુરી આપી હતી. 30 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. વર્ક ઓર્ડર સ્ટેજે પહોંચ્યા પછી દોઢ વર્ષ બાદ આ સુવિધા લોકો માટે પરીપૂર્ણ થશે. જ્યારે તાલુકા સંકલનની બેઠકમાં અવારનવાર ગાજેલા રાજવી ફાટકના ઓવરબ્રીજ મુદ્દે ડિઝાઇન તૈયાર કરવામાં આવી રહી છે.

રેલવે અને રાજ્ય સરકારના સંયુક્ત રીતે ફાળાથી 60 કરોડથી વધુ રકમના ખર્ચથી થનારા પ્રોજેક્ટ ક્યારે પાર પડશે તે કહી શકાય તેમ નથી. રાજવી ફાટકે રોજની સરેરાશ 30થી વધુ ટ્રેનની અવરજવરથી ટ્રાફિક જામ, સમયનો વેડફાટ થઇ રહ્યો છે.

અકસ્માતનું પ્રમાણ પણ ઘટશે
ટાગોર રોડ પર ઓવર બ્રીજ બનતાં રોજ નાના મોટા અકસ્માતો બની રહ્યા છે તેમાં મહદઅંશે અંકુશ આવશે તેવી આશા છે. જ્યારે ટ્રાફિક સર્કલ પણ ટાગોર રોડ પર તૈયાર થઇ ગયા છે. ટાગોર રોડ પરના સર્વિસ રોડ ખખડધજ થતાં તેની દરખાસ્ત પણ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત ટાગોર રોડ પર થયેલા દબાણને લઇને પણ અકસ્માતો વધે છે. જે માટે દબાણ હટાવવા વખતો વખત પગલા પણ ભરાય છે. કોંગ્રેસના નગર સેવક સમીપ જોશીએ જણાવ્યું હતું કે, મંજુર થયેલા ઓવરબ્રીજમાં જે ગતિએ કામ થવું જોઇએ તે થતું નથી તે માટે ઝડપ લાવવી જોઇએ અને બજેટમાં ફાળવણી થઇ છે કે કેમ તે પણ જોવું જોઇએ.

જીયુડીસી- રેલવે વચ્ચે ચાલતો પત્રવ્યવહાર
રાજવી પ્રોજેક્ટ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર બલદાણીયાએ જણાવ્યું હતું કે, રેલવે સાથે જીયુડીસી ગ્રાન્ટ મેળવવા માટે પત્ર વ્યવહાર કરી રહી છે. રેલવેએ 18 કરોડનું કામ તેના પોર્સનમાં બનાવવા બહાર પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...