તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગાંધીધામ કોચિંગ ડેપોમાં ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટની શરૂઆત કરાઇ

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ કોચિંગ ડેપોમાં એક સાથે કરાયો પ્રારંભ

ઊર્જા બચત અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે પશ્ચીમ રેલવે દ્વારા ગત કેટલાક સમયમાં કરાઈ રહેલા કાર્યોમાંના એક ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટની ગાંધીધામ કોચિંગ ડેપોમાં શરૂઆત કરાઈ હતી. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ કોચીંગ ડેપો અને બાંદ્રા ટર્મિનસ કોચીંગ ડેપોમાં બે ઓટોમેટિક કોચ વોશિંગ પ્લાન્ટ (એસીડબલ્યુપી) શરૂ કરવામાં આવ્યા છે.

આ સંરચના આખી ટ્રેનની ધોલાઇ પ્રક્રિયાને પ્રભાવી રીતે પુરી કરવા માટે સમય, પાણી અને માનવશક્તિ ને ઓછી કરવામાં મદદ કરે છે. આ સંરચનાની ઓટોમેટીક સંચાલન અને દક્ષતાને કારણે આ આશા કરવામાં આવી રહી છે કે આનાથી ડેપો માટે બહારની ધોલાઈ પડતરમાં પ્રત્યેક વર્ષે લગભગ 50 લાખ રૂપિયાની બચત થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું કે પ્લાન્ટમાં ટ્રેન મુવમેન્ટની ઓટોમેટીક ટ્રેકીંગ સુનિશ્ચિત કરી શકાશે અને ધોલાઇની ગતિ 5-8 કિલોમીટર પ્રતિ કલાકની રાખવામાં આવી છે. આના માટે અધિક્ત્તમ 60 લિટર પ્રત્યેક કોચ સાફ પાણીની આવશ્યકતા હોય છે. જે હાથથી ધોલાઇની સરખામણીમાં 80 % ઓછી છે. આ સંરચના માટે સાફ પાણીની જરૂરીયાત માત્ર 20 % છે અને ધોલાઇ માટે ઉપયોગ કરાનારા પાણીના 80 % નું દરેક ધોલાઇ ચક્રમાં પુનઃ નવીનીકરણ કરવામાં આવે છે.

24 કોચ વાળી ટ્રેનની સફાઈમાં એન્ડ ટુ એન્ડ લાગશે માત્ર 10 મિનિટ
આ સંરચના સમય અને પાણીના ઉપયોગમાં કુશળ મનાય છે, કેમ કે 24 કોચ વાળી ટ્રેનની સફાઇ માટે એન્ડ-ટુ-એન્ડ સાયકલ સમય માત્ર 10 મિનિટ છે. ઓટોમેટીક કોચ વોશિંગ પ્લાન્ટ એક પર્યાવરણ અનુકૂળ અને પડતર પ્રભાવી વિકલ્પ બની રહ્યો છે, અને ટ્રેન અનુરક્ષણમાં ઓટોમેશનની દિશામાં આને મહત્વપુર્ણ પગલુ મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...