સામાન્ય સભા:દિવાળી પહેલા નગર પાલિકાની સામાન્ય સભા બોલાવવા સત્તા પક્ષે તૈયારી આદરી

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભાને અનુલક્ષીને સત્તાપક્ષ વર્તુળોમાં દોડધામ શરૂ થઈ
  • એજન્ડા તૈયાર કરવાની સાથે મહત્વના ઠરાવો કરવા માટે પણ હિલચાલ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા દિવાળી પહેલા સામાન્ય સભા બોલાવવાની હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે. સભાને લઇને સત્તાપક્ષના વર્તુળોમાં દોડધામ શરૂ થઈ ગઈ છે .મહત્વના ઠરાવો કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. કારોબારી સમિતિમાં મંજૂર કરવામાં આવેલા ઠરાવો લઈને તથા અન્ય જે-તે સમિતિઓમાંથી આવેલા ઠરાવમાંથી કયા ઠરાવને લેવા તે સહિતની બાબતોને આવરી લેવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. સંભવત આગામી 30મી તારીખ આસપાસ સભા બોલાવવામાં આવશે .જેમાં મહત્વના ઠરાવો લેવામાં આવશે. જોકે આ સ્પષ્ટ થયું નથી કે કયા ઠરાવ લેવામાં આવશે પરંતુ જાણકાર વર્તુળો દાવો કરી રહ્યા છે કે કારોબારી સમિતિમાં જે ઠરાવ થયા તેમાંના મોટા ભાગના ઠરાવને આવરી લેવામાં આવશે.

હવે પાલિકામાં સમિતિઓ પણ સક્રિય બની છે
સમિતિઓ બનાવવામાં આવતી હતી. પરંતુ આ સમિતિઓ શોભાના ગાંઠિયા સમાન બની રહેતી હતી. વર્તમાન ટર્મમાં રચવામાં આવેલી જુદીજુદી સમિતિઓ કે જેમાં કારોબારી સિવાય અન્ય કમિટીનો સમાવેશ થાય છે તે વધુ સક્રિય બની છે. તેના કાર્યક્ષેત્રમાં શું આવે અને શું ન આવે ? તે સહિતની બાબતોની સમજણ ઉપ-પ્રમુખ બળવંત ઠક્કર દ્વારા આપવામાં આવ્યા પછી જે તે સમિતિની બેઠક પણ બોલાવવામાં આવી હતી .સામાન્ય રીતે અગાઉના જોવામાં આવે તો કારોબારી સમિતિને બાદ કરતાં અન્ય સમિતિઓની બેઠક મળતી ન હતી. જે સમિતિઓની બેઠક મળી હતી તે પણ વર્ષમાં એક જ મિટિંગ હતી. હાલ જોવામાં આવે તો એસ્ટાબ્લીશમેન્ટ ,લાઈટ ,ગાર્ડન ,પાણી વગેરે કમિટીઓની બેઠકો ટૂંકા ગાળામાં જ યોજાઇ ગઇ હતી .

વિપક્ષનો રોલ કેવો રહેશે?
નગરપાલિકાની ચૂંટણી યોજાયા પછી કોંગ્રેસને ફટકો પડ્યો હતો. અગાઉની ટર્મમાં સાત બેઠકો હતી તેમાં ઘટાડો થઈને હાલ પાંચ થઈ હતી. લાંબા સમયથી વિપક્ષના નેતાની વરણી કરવામાં પણ આવતી ન હતી. જેને લઇને કોંગ્રેસના કાર્યકરોમાં પણ કચવાટ જોવા મળતો હતો. દરમિયાન તાજેતરમાં વિપક્ષના નેતા સહિતની વરણી કરવામાં આવી છે .જેમાં 5 સભ્યો પૈકી વિપક્ષી નેતા સહિત ત્રણ સભ્યોને હોદ્દા મળ્યા છે. જોકે તે પૈકી એક સભ્ય અમિત ચાવડાએ પદને ઠુકરાવીને રાજીનામું આપી દીધું હતું. હવે આગામી સભામાં વિપક્ષ દ્વારા કેવો રોલ ભજવવામાં આવશે તે સ્પષ્ટ થશે. વિપક્ષના નેતા તરીકે સમીપ જોષીની વરણી કરવામાં આવી છે જે અભ્યાસુ નેતા ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...