ગાંધીધામનું ગવૅ એવા સુપ્રસિદ્ધ 7 ટાઈટલ વિનર મોડલ રાહુલ ચંચલાની દ્વારા જેવીસી ટ્રસ્ટ ગાંધીધામ સંસ્થા સ્થાપક પારૂલ સોની એડવોકેટનાં સહયોગથી આદિપુર મધ્યે આર. મોડેલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કરછનું ગૌરવ કલા ક્ષેત્રે ઉભરતા સિતારા સ્ટાર સેલિબ્રિટી ટીવી કલાકાર રાજવીર રાજગોર અને ઓલ ઈન્ડિયા ડાન્સ કોમ્પિટિશન ગોલ્ડ મેડલ, બેસ્ટ ચાઈલ્ડ આટીસ્ટ એવોર્ડ, તેમજ મોડલિંગ ક્ષેત્રે 4 ટાઈટલ વિનર પૃથ્વી સોની કાયૅક્રમનું મુખ્ય આકષૅણ રહ્યા હતા.
કાર્યક્રમ ની શરૂઆત રાહુલ ચંચલાની, જયા વિનોદ ચંચલાની, પાલિકાના પ્રમુખ ઈશિતા ટીલવાની, પ્રમુખ યોગેશકુમાર સોની, એકલવ્ય સોની, ફેશન અને ટેડીશનલ પોશાકમાં લોકપ્રિય અને આનંદ ઠકકર, સુનિતા દેવનાની, ગુલ દરિયાની, જેવીસી ટ્રસ્ટનાં દીપા વજિરાણી, પ્રિયંકા ભોજવાની ઈનસનલી, ઈન્ડીપેન્ડન સ્થાપક, પ્રિયા ચૌધરી, શ્ચેતા ચંચલાની, અશોક જમાનાની અને મનીષા ગોયલેએ પ્રભુ વંદના દીપ પ્રાગટય કરી વકૅશોપની શરૂઆત કરી હતી.
રાહુલ ચંચલાની સાથે મુશ્કાન લાલવાની મીસ ગુજરાત 2019 એ વર્કશોપમાં પોતાની કલા પ્રતિભાથી 45 ભાગ લેનારાને મોડલિંગની વ્યાખ્યાથી લઈ તમામ માહિતી આપી પોતાની કલાની ઓળખ આપી હતી. જેવીસી ટ્રસ્ટનાં સલાહકાર ચેતનભાઈ મહેતા અને અતિથિ સંતોષ દેવનાનીએ ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહીત કર્યા હતા. વર્કશોપના બીજા દિવસે સ્ટાર ગેસ્ટ સાથે સર્વ ભાગ લેનારાઓને સ્ટેજ પર વોક કરાવતા એક રિયાલીટી શો નું વાતાવરણ સર્જાયું હતું.
તમામ ભાગ લેનારાઓને સ્મૃતિ ચિહ્ન અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા. આમ ઉભરતા સિતારાઓને સ્ટેજ આપવામાં આવ્યું હતું. કોવિડ-19 સરકારના ગાઇડલાઇનનાં પાલન સાથે વર્કશોપ સફળ બનાવવા હાર્દિક ઝાલાએ જહેમત ઉઠાવી હતી. મિનાબેન તુલશીયાની, વંશીકા ગજજર અને મમતા ઠકકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જયોતિ કુંદવાનીએ સંચાલન કર્યું હતું .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.