હુમલો:ગેડી ગામે પશુ ચરાવવા મુદ્દે માથામાં ધારીયું મારી યુવાનની હત્યાનો પ્રયાસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 20 દિવસ પહેલાં થયેલી બોલાચાલી બાદ છ જણાએ હુમલો કર્યો

રાપર તાલુકાના ગેડી ખાતે 20 દિવસ પહેલાં ઢોર ચરાવવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ ગત સાંજે પશુપાલક યુવાનને મારી નાખવાના ઇરાદે 6 ઇસમો દ્વારા લાકડી ધોકા અને ધારીયા વડે હુમલો કરી માથામાં ધારિયું ફટકારી હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

ગેડી ખાતે રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા 65 વર્ષીય ચાંદાભાઇ ભગુભાઇ ભરવાડે રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત સાંજે તેઓ રાપર બસ સ્ટેશન પાસે હતા ત્યારે તેમના કાકાઇ ભાઇ કડવાભાઇને બાબુ ભનુ ભરવાડ, દુદા નાગજી ભરવાડ, મેરા બાબુ ભરવાડ, મોમાયા ભનુ ભરવાડ, મેરા મોમાયા ભરવાડ અને વીરમ મોતી ભરવાડ લાકડી, ધોકા વડે માર મારી રહ્યા હતા.

જેમાં બાબુ ભનુ ભરવાડે હાથમાં રહેલું ધારીયું કડવાભાઇને મારી નાખવાના ઇરાદે માથામાં વચ્ચેના ભાગે ફટકારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. મોતી ભરવાડે ઉંધી કુહાડી ફટકારી ઇજા પહો઼ચાડી હતી. કડવાભાઇ અને ચાંદાભાઇના પત્ની આવી જતાં આજે તો બચી ગયો પણ હવે જાનથી મારી નાખશુ઼ કહી ચાલ્યા ગયા હતા.

આ હુમલાનું કારણ જણાવતાં ફરિયાદી ચાંદાભાઇએ જણાવ્યું હતું કે, આજથી વીસેક દિવસ પહેલાં ઢોર ચરાવવા મુદ્દે બોલાચાલી થઇ હતી તે વાતનું મનદુ:ખ રાખી કડવાભાઇને મારી નાખવાના ઇરાદે આ હુમલો કરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. પીઆઇ એમ.એન.રાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...