તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દિવાલ તોડી પાઇપલાઇનનો વાલ્વ ખોલી ડીઝલ ચોરીનો પ્રયાસ

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે તો બેખોફ બનેલા ડીઝલ ચોરો પેંતરા રચે છે.
  • IOCLના સેફ્ટી ઓફિસરે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

કંડલાની આઇઓસીએલ કંપનીમાં જેટી નંબર 2, 3 તરફથી આવતી પાઇપલાઇનમાં ઇફ્કો કંપની પાસે બનાવેલી ચેમ્બરની દિવાલ તોડી નીડલ વાલ્વ ખોલી ડીઝલ ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ કંપનીના સેફ્ટી ઓફિસરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે. આઇઓસીએલના સેફ્ટી ઓફિસર નિતિન તુકારામ કુત્તુરમારેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, કંપનીના સિક્યુરિટી ઇન્ચાર્જ જોગીન્દરપાલ શ્રીજશપાલ વર્માએ તેમને જાણ કરી હતી કે તા.7/6 ના રોજ ઇફ્કો કંપનીની દિવાલ પાસે આવેલા ઇફ્કો ચેમ્બર ઉપર જે દિવાલ બનાવેલી છે તે કોઇ અજાણ્યા ઇસમે તોડી અંદર લગાવવામાં આવેલા નિડલ વાલ્વને ખોલવાનો પ્રયાસ કર્યો છે.

આ જાણ થતાં તપાસ કરી ડીઝલ ચોરી માટે ઘૂસેલા ઇસમોએ દિવાલ તોડી નુકશાન પહોંચાડ્યું હોવાની અને ડિઝલ ચોરીના પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ તેમણે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે. કંડલા ખારીરોહર વચ્ચે પસાર થતી પાઇપલાઇનમાં કાણું પાડીને ડીઝલ, ઓઇલ ચોરીતો જ્યારથી પાઇપલાઇન આવી ત્યારથી કરવામાં આવે છે પણ હવે તો બેખોફ બની ગયેલા આ તસ્કરો કંપ દ્વારા લગાવેલા નીડલ વાલ્વ ખોલી ડીઝલ ચોરી કરવાના પ્રયાસ કરી રહ્યા છે જે ખતરનાક સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ઓઇલ ચોરી માટે તસ્કરો અવનવા પેંતરા રચતા હોય છે. જેને લઇને દુર્ઘટનાનો પણ ભય રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...