તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:સંસ્કૃત ભાષાને વર્તમાનમાં ઉતારવાનો પ્રયાસઃ 80 છાત્રો કડકડાટ બોલે છે!

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા વિશેષ સપ્તાહ ઉજવાયું
  • માર્ગમ ડાન્સ એકેડમી, નાટ્યાલય અંજાર, સુરમંદિર- સ્વર સંગમ સંગીત દ્વારા ગીતો રજૂ કરાયા

સંસ્કૃત ભાષાના વિકાસ અને પ્રચાર માટે કામ કરનારી સંસ્થા સંસ્કૃત ભારતી દ્વારા પૂર્વ કચ્છમાં સંસ્કૃત સપ્તાહની વિવિધ સંસ્થાઓ, શાળાઓના સહયોગથી ઉજવણી કરાઈ હતી. સહયોગ વિદ્યા ભારતી વિદ્યાલયમાં બાળકેન્દ્ર આદિપુરના 80 બાળકોએ વિવિધ કૃતિઓ સંસ્કૃતમાં રજુ કરી હતી.

આયોજનમાં માર્ગમ ડાન્સ એકેડમી, નાટ્યાલય અંજાર દ્વારા ભરતનાટ્યમ, સુરમંદિર સંગીત કલાસ તથા સ્વર સંગમ સંગીત કલાસ દ્વારા સંસ્કૃતમાં ગીતો રજૂ કરાયા. ગુજરાત યોગ બોર્ડના બાળકોએ યોગાસન રજૂ કર્યા હતા, કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત વિકાસ પરિષદના મહામંત્રી તેજસ પુજારા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્કૃત ભાષાને સરળતાથી શીખી શકાય તે માટે સંસ્કૃત ભારતી દ્વારા નિઃશુલ્ક વર્ગો ચલાવવામાં આવે છે, સંસ્કૃત ગૌરવ પરીક્ષા પણ લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...