તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:લાકડિયા પાસે SGSTના અધિકારી પર હુમલો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સામખિયાળીના ઇસમે માર માર્યો હોવાની ફરિયાદ

સામખિયાળી મોરબી હાઇવે પર લાકડિયા નજીક વાહન ચેકીંગનું રૂટિન કાર્ય પોતાની ટીમ સાથે કરી રહેલા રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ખાતા (એસજીએસટી) ના રાજ્ય વેરા અધીકારીને તમે પૈસા પડાવવા ઉભા છો કહી માર મારી ફરજમાં અંતરાય ઉભો કરી હોવાની ફરિયાદ લાકડિયા પોલીસ મથકે સામખિયાળીના ઇસમ વિરૂધ્ધ અધિકારીએ દાખલ કરાવી છે.

ગુજરાત રાજ્યના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ખાતામાં રાજ્ય વેરા અધિકારી તરીકે મોબાઇલ સ્ક્વોડમાં છેલ્લા સાત મહિનાથી કચ્છમાં કાર્યરત સંજયકુમાર ખુશાલભાઇ ઠુમ્મરગત સાંજે પોતાની ટીમના ઇન્સ્પેક્ટર વિશાલ ધામેચા, મિહીર વ્યાસ તેમજ જીપના ચાલક રફિક રાઉમા લાકડિયા નજીક રૂટિન મુજબ વાહન ચેક કરી રહ્યા હતા. આ દરમિયાન માહિતી મળી હતી કે જીજે-12-ઝેડ-0499 નંબરની ગાડી ઇ-વે બીલ વગરની સુરજબારીથી નિકળી છે.આ વાતની જાણ થતાં સામખિયાળી મોરબી હાઇવે પર આવેલી ગંગોત્રી હોટલ પર આ ગાડીને રોકાવી આ ગાડીના ચાલક અજીજ ઉર રહેમાન અબ્દુલ સલામ પાસે નિયમ મુજબઇ-વે બીલની માગણી કરતાં તેના પાસે ન હોવાને કારણે કાયદેસર રસતે ચાલકનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે એ કન્ટેનર ટ્રેઇલરના માલિક કાળુભાઇ પટેલ સાથે ચાલકે સંપર્ક કરાવ્યો હતો. ઇ-વે બીલ ભરવા બાબતે ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક અજાણ્યા ઇસમે આવીને તમે લોકો પૈસા ઉઘરાવવા ઉભા રહો છો કહેતાં તેમને પોતાની અધીકારી હોવાની અળખ આપવા છતાં બોલાચાલી કરી હતી.

આ મામલો પતી ગયા બાદ તેઓ સામખિયાળી પોતાના રહેણાક મકાનમાં ગયા હતા જ્યાં કાળુભાઇ પટેલનો ફોન આવતાં તેમણે સ્થળ પર જ પેનલ્ટી ભરી દેવાનું જણાવતાં તેઓ ફરી ત્યાં પહોંચ્યા હતા. આ સમયે કર્મચારીઓએ બીજી ગાડી રોકી હતી તે અંગે વાતચીત ચાલુ હતી તે દરમિયાન પહેલાં જેણે બોલાચાલી કરી હતી તે જ સામખિયાળી રહેતો રાયધણ ડાંગર નામની વ્યક્તીએ ફરી બોલાચાલી કરી વીડીયો ઉતારવા લાગ્યો હતો જેનાથી દૂર થતાં ઉશ્કેરાઇ જઇ રાયધણ ડાંગરે અધિકારી સંજયકુમારને ધક બુશટનો માર મારી સામખિયાળીમાં તમારી બાજુમાં જ રહું છું તમારે જે કરવું હોય તે કરી લેજો તેવી ધમકી આપી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી. સંજયકુમારે આ બાબતે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...