તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આદિપુરના વોર્ડ 3એમાં અન્યના કબ્જામાં રહેલા પ્લોટને ખાલી કરાવવાના હેતુથી મંડળી રચીને લોખંડના પાઈપ, લાકડીઓ વડે હુમલો કરાયાની અને આંખમાં મરચાની ભુક્કી નાખી જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી હતી.
આદિપુર પોલીસ મથકે કરશનભાઈ ડોસાભાઈ ગઢવીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વોર્ડ 3એનો પ્લોટ નં. 401ને તેના દિકરા ધનરાજ ગઢવીએ 2019માં મીતાબેન ગોપાલભાઈ ઠક્કર પાસેથી ખરીદ્યો હતો, આ અંગે સબ રજીસ્ટ્રારની કચેરીમાં નોંધ પણ કરાવાઈ હતી. આ બાબતે વિસનજી કેવલરામ ઠક્કરે ગાંધીધામ કોર્ટમાં દિવાની દાવો કર્યો છે. જે અંગેનું પંચનામું થવાનું હોવાની જાણ ફરિયાદીને થઈ હતી. દરમ્યાન બુધવારના સવારે સાત વાગ્યાના અરસામાં તેમના ઘરની બહાર દેવરાજ ઉર્ફે ધનરાજ ગઢવી (રહે. પાંચ વાડી, આદિપુર), વાલજી માણશી ગઢવી (રહે. મણીનગર, આદિપુર), તથા તેની સાથે કમલેશ જોષી, રસુલખાન મલેક, મુકેશ ઠાકોર, દિનેશ રાવળ વગેરે છએક લોકો હતા.
પ્લોટ બહાર ખાડો ખોદીને બોર્ડ ઉભુ કરતા હતા. દરમ્યાન ફરિયાદીએ ‘તમે ખાદો ખોદીને શેનું બોર્ડ ઉભુ કરો છો?’ તેમ કહેતા મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને દેવરાજે હાથમાં રહેલો લોખંડનો પાઈપ ફરિયાદીના ડાબા હાથના બાવડામાં માર્યો હતો. અવાજ સાંભળી જતા ફરિયાદીની પત્ની બહાર દોડી આવ્યા હતા, જેના ચહેરા પર આરોપી કમલેશએ લાલ મરચાની ભુક્કી ઉડાડાઈ હતી. તેમના ઘરના ગેટના બોર્ડ પર પણ આરોપીઓએ કાળો રંગ કરી નાખતા ડરના માર્યા ફરિયાદીઓએ તેમના પુત્રોને બોલાવીને તેમના ઘર તરફ ચાલવા લાગતા આદિપુર પોલીસને જાણ કરતા આરોપીઓએ પ્લોટ ખાલી કરી દેજો, નહિતર જાનથી મારીને ટુકડા કરી દઈશું. તેવી ધમકી આપીને લાલ કલરની કારમાં બેસીને ચાલ્યા ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.