તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ શરૂ:ATMના ગાર્ડને છરીના ઘા મારી રહેંસી નખાયો, વરસામેડી પાસે વેલ્સપન કંપની સામે બનેલી ઘટના : એસપી સહિતના અધિકારોઓનો કાફલો ધસી ગયો

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે લોહી નિંગળતો મૃતદેહ મળી આવતા ચકચાર : પ્રાથમિક અનુમાન લુંટના ઇરાદે હત્યા થઇ હોવાનુ સામે આવ્યું : સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ

અંજારના વરસામેડી પાસે આવેલી વેલ્સપન કંપની સામે જ આવેલા એસબીઆઇ બેંકના એ.ટી.એમ માં સીક્યુરીટી ગાર્ડ તરીક ફરજ બજાવતા 21 વર્ષીય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. નવીન મણીલાલ સોંલકી નામના યુવાનનો લોહી નિંગળતો મૃતદેહ સવારે એ.ટી.એમ અંદરથી મળી આવ્યો હતો. મૃતકના નજીકના લોકોએ આ અંગે પોલિસને જાણ કરતા અંજાર પોલિસ તથા અન્ય પોલિસના એસપી મયુર પાટિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ધટના સ્થળે તપાસ માટે દોડી ગયા હતા.એસબીઆઇ બેંકનુ જ્યા એ.ટી.એમ આવેલુ છે.

ત્યા અન્ય બેંકનુ પણ એ.ટી.એમ આવેલુ છે. અને મૃતક નવીન બન્ને બેંકના એ.ટી.એમ માં સીક્યુરીટી ગાર્ડ તરીક નોકરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. જો કે હત્યા લુંટના ઇરાદે થઇ કે કોઇ અંગત કારણોસર તે સામે આવ્યુ નથી. પરંતુ પોલિસે મૃતદેહ ને પી.એમ માટે ખસેડી બનાવની વધુ તપાસ હાથ ધરી છે. જો કે પ્રાથમીક અનુમાન લુંટના ઇરાદે હત્યા થઇ હોવાનુ પણ સામે આવ્યુ છે. પરંતુ કેટલા લોકો હતા, લૂંટના ઇરાદે હત્યા છે કે કેમ તે બાબતે હજુ પોલિસે આ અંગે કઇ કહેવાનો ઇન્કાર કર્યો છે. અને એ.ટી.એમના સી.સી.ટી.વી સહિત ની તપાસ સાથે હત્યારાઓ સુધી પહોચવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

6 માસથી આ એટીએમનો કેમેરા બંધ છે ત્યારે જવાબદાર કોણ?
વરસામેડી પાસે આવેલા એસબીઆઇના એટીએમમાં રહેલી બેંકની અને લોકોની અમાનતની રક્ષા માટે 21 વર્ષીય સિક્યુરીટી ગાર્ડે લૂંટના ઇરાદે આવેલા ઇસમો સામે લડત કરી જીવ આપ્યો છે ત્યારે ચોંકાવનારી વાત બહાર એ અનાવી છે કે આ એસબીઆઇના એટીએમમાં સીસી ટીવી કેમેરા છ માસથી બંધ છે આ બાબતે વિશ્વાસપાત્ર સૂત્રએ જણાવ્યું હતું કે આ બેજવાબદારી માટે જવાબદાર કોણ ?

બન્ને એટીએમ આસપાસના ગીચ બાવળો અસામાજિક તત્વો માટે આશિર્વાદ ?
વરસામેડી નજીક વેલસ્પન કંપની સામે આવેલા એસબીઆઇ અને એક્સિસ બેંકના એટીએમ આસપાસ વૃક્ષો તેમજ પાછળ ગીચ બાવળ હોવાને કારણે આ પ્રકારના ઇસમો માટે નિશાન બનાવવા સરળ રહે અને આ બે એટિએમ ઉપર માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ ક્યાંથી પૂરો પડે તેવી ચર્ચાઓ સ્થાનિકોમાં ઉઠી હતી કારણ કે એટીએમ લૂંટતા ઇસમો હાઇવે પર ખુલ્લા એટીએમ લૂંટવાના પ્રયાસો કરતા હોવાની ઘટના અગાઉ બની છે. આ બાબતે જે ગંભીરતા દાખવવી જોઇએ તે દાખવવામાં આવતી ન હોવાથી અસામાજિક તત્વોને તક મળી જતી હોવાની પણ સંભાવના નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો