તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંજાર તાલુકાના જુની દુધઈ ગામમાં મોડી રાત્રે આશરે 1.30 થી2.50 ની વાગ્યાની આસપાસ પ્લોટ વિસ્તારમાં એક ઘરમાંથી તસ્કરે બે મોબાઇલ ચોરી કરીને ભાગ્યા બાદ એ પરિવાર પોલીસ મથકે ફરીયાદ કરવા ગયા અને પાછળ એ તસ્કર ઇસ.મે બીજા ઘરમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરતાં તે પરિવારે તસ્કરને પકડી લેતાં મધરાત્રે ગામ જાગ્યું હતું અને ચોરને બાંધી પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચોરનો કબજો લીધો હતો, પણ જે પરિવારે તસ્કરને પકડી લીધો એ પરિવાર મુંબઇથી આવેલો અને હોમ ક્વોરોન્ટાઇન હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, રાત્રે દોઢ થી અઢી વાગ્યાના અરસામાં જુની દુધઇ ખાતે રહેતા નાથાલાલ રણછોડભાઇ ચાબરીયાના ઘરમાંથી એક તસ્કર ઇસમે બે એનરોઇડ મોબાઇલની ચોરી કરી તે ભાગી ગયો જે બાબતે મકાન માલિક નાથાભાઇ દુધઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયા હતા પણ ફરજ પરના પીએસઓએ સવારે ફરિયાદ નોંધશું તેમ જ જણાવતાં આ બાબતે ચર્ચા ચાલી રહી હતી તે જ દરમિયાન એ તસ્કર ઇસમે શૈલેશભાઇ જેઠાભાઇ ચંદાતના ઘરમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પણ સતર્ક મકાન માલીક શૈલેશભાઇના પરિવારે તે તસ્કરને પકડી લીધો હતો. આ બનાવને કારણે મધરાત્રે ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને ચોર ઇસમને બાંધી મેથીપાક પણ ચખાડ્યો હતો અને પોલીસને જાણ કરતાં આખરે પોલીસે આવીને એ તસ્કર જે જુની દુધઇ ગામનો જ સામજી હરજી કોલીનો કબજો લઇ તેના વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં એક વાત એવી પણ જાણવા મળી હતી કે જે પરિવારે તસ્કરને પકડી લીધો એ પરિવાર હોમ ક્વોરોન્ટાઇન કરાયલું હતું.
જાગૃતિની વાતો વચ્ચે પોલીસે ફરિયાદ પણ ન લીધી ?
હાલ જ્યારે કોરોના વાયરસના પગલે લોકોને સાત વાગ્યા બાદ ઘરમાંથી નિકળવાની મનાઇ કરવામાં આવી છે તે સમયે કોઇ તસ્કર ગેંગ હથિયાર સાથે આવે તો ગામલોકોની સુરક્ષા શું તેવા સવાલો ગ્રામજનોએ કર્યા છે કારણે કે એક પરિવાર તેના ઘરમાં ચોર ઇસમે ચોરી કરી છે અને ભાગ્યો છે તે બાબતે પોલીસ મથકે જઇ જાણ કરી ત્યારે ફરીયાદ તો ન નોંધી પણ તાત્કાલિક કોઇ પગલાં પણ ન ભરાયા, આ તો ઠીક છે કે બીજા મકાનમાં ચોરીના ઇરાદે ઘૂસેલો ઇસમ પરિવારે પકડી લીધો એટલે પત્યું પણ ખરેખર પોલીસે આ સમયે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.