તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરીનો પ્રયાસ:ચાંદ્રાણીમાં રાત્રે નકલી પોલીસે સિગારેટ કઢાવી મોબાઇલ ઝૂંટવા પ્રયાસ કર્યો

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ધાકધમકીથી રોફ જમાવનાર બે અલગ કારમાં આવેલા બે શખ્સો દુકાનદારને શંકા જતાં ભાગ્યા

અંજારના ચૌદ્રાણી ગામમાં ગૌશાળાની દુકાનના શટર ખખડાવી પોતે પોલીસ હોવાનું જણાવી સિગારેટ અને ગુટખા કઢાવ્યા બાદ ધાક ધમકી કરી મોબાઇલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યા બાદ અસલી પોલીસ આવી જવાની શંકા જતાં બે અલગ કારમાં આવેલા નકલી પોલીસ ભાગ્યા હોવાની ફરિયાદ ગૌશાળાના સંચાલકે દુધઇ પોલીસ મથકે નોંધાવી છે.

ચાંદ્રાણી સીમમાં આવેલા વડવાળા હનુમાન મંદિરમાં સેવા પૂજા કરતા અને ત્યાંની ગૌશાળાના સંચાલક રામચરણદાસ કેશવદાસ વૈશ્ણવ ગત રાત્રે નિત્ય ક્રમ મુજબ ગૌશાળાના સેવકો અને શ્રમીકો માટે બનાવાયેલી દુકાનમાં સૂતા હતા ત્યારે રાત્રે 11 વાગ્યાના અરસામાં કોઇકે શટર ખખડાવી દુકાન ખોલવા જણાવતાં તેમણે આ દુકાન ગૌશાળાના સેવકો અને શ્રમિકો માટે હોવાનું જણાવી નહીં ખૂલે તેમ કહેતાં બહારથી તેઓ દુધઇ પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું જણાવતાં ગાંશાળાના રણજિતભાઇ પંડિતને બોલાવી દુકાન ખોલી હતી ત્યારે વરદી વગર આવેલા બે જણાએ ચાર સિગારેટ અને ચાર ગુટખા આપવાનું કહેતાં તેમણે પોલીસમાં છો તો વરદી કેમ નથી કહેતાં ગાડીમાં બેઠા છે.

એ સાહેબને બોલાવી માર ખવડાવવાની ધમકી આપતાં તેમની પાસેથી પૈસા લીધા ન હતા પરંતુ બન્ને જણાએ અંદર આવીને તું ગાયોને કતલખાને મોકલાવે છે તલાસી લેવી પડશે તેમ કહી તારી દુકાનમાં અગાઉ કેટલી ભોરી થઇ હતી કહેતાં તેમણે 1.53 લાખની ચોરી થઇ હોવાનું કહેતાં નકલી પોલીસ બનીને આવેલા બે ઇસમોએ તું ખોટું બોલે છે તેને ફસાવી દેવાશે કહી ધમકીઓ આપતાં રામચરણદાસે ગામના અગ્રણી રમેશભાઇ પટેલને ફોન કરી બોલાવ્યા હતા. રમેશભાઇ આવતાં રમેશભાઇ એ બે જણા સાથે વાત કરતઆ હતા તે દરમિયાન એક એક કરતાં બે અલગ કારમાં આવેલા બે નકલી પોલીસને અસલી પોલીસને બોલાવ્યા હોવાની ગંધ આવતાં નાઠા હતા. દુધઇ પોલીસે બન્ને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો