તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના બે પૂર્વ નગરસેવકોનો બળવો:ટિકિટ ન મળતાં અપેક્ષા મુજબ જ ભાજપમાં ભડકો જોવા મળ્યો

ગાંધીધામ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુરૂકુળમાં સમસ્યા ન ઉકેલાતા યુથ સર્કલે અપક્ષ ઉમેદવાર ઉભા રાખ્યા - Divya Bhaskar
ગુરૂકુળમાં સમસ્યા ન ઉકેલાતા યુથ સર્કલે અપક્ષ ઉમેદવાર ઉભા રાખ્યા

ભાજપ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થતાં જ અપેક્ષા મુજબ ભડકો થયો હતો. ટિકિટ બદલવા સહિતની મથામણ છેલ્લે સુધી ચાલી હતી અને અગાઉ જાહેર થયેલા નામમાં ફેરફાર થશે તેવું વાતાવરણ પણ દબાણને લઇને ઉભું કરવાનો પ્રયત્ન થયો હતો. પરંતુ ભાજપ દ્વારા આવા કોઇ પ્રયાસને સફળતા અપાવી ન હતી. બીજી બાજુ ટિકિટના દાવેદારોને કાપી નાખવામાં આવતા બળવો પોકારીને અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઝંપલાવી ભાજપને પડકાર ફેંક્યો છે. જે ઉમેદવારી પત્રો ભરાયાનું બહાર આવ્યું છે તેમાં બે પૂર્વ નગરસેવક અને અન્ય જૂના કાર્યકરોનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા મનાવવાની કવાયત ચાલુ કરી દેવામાં આવી છે.

કચ્છી પાટીદારને ટિકિટ આપી નથી : નયના પટેલ
વોર્ડ નં.12માં અગાઉ ભાજપના નગર સેવિકા તરીકે ચૂંટાયેલા અને ટિકિટમાં કપાયા બાદ નયનાબેન પટેલે આજે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી ભરતાં સમયે જણાવ્યું હતું કે, ઘણા કામ કર્યા છે તેમ છતાં ટિકિટ આપવામાં આવી નથી. પાર્ટી સાથે નારાજગી નથી પરંતુ પદ્ધતિ સામે વિરોધ છે. કચ્છી પાટીદારને ટિકિટ આપવામાં આવી નથી.

વર્ષોથી કામ કર્યું હોવાનો રતિલાલ પરમારનો દાવો
ભાજપના નગરસેવક તરીકે અગાઉ ચૂંટાયા અને ત્યાર બાદ છેલ્લે તેમના પત્ની પણ પાલિકામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરતા હતા તેવા રતીલાલ પરમારે તેમને ટિકિટની માગણી કર્યા છતાં અપાઇ નથી તેનું દુ:ખ વ્યક્ત કરી તેના સમાજના લોકોના સથવારે અને અન્ય સમાજને સાથે રાખીને આજે વોર્ડ નં.3માં અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે.

ભુજથી ટિકિટ કપાઇ ગયાનો કાર્યકરનો કકળાટ
ભાજપના પેજ સમિતિના કામમાં અગ્રેસર રહ્યા હોવાનો દાવો કરીને વોર્ડ નં.6ના હરેશભાઇ ઉર્ફે હાજાભાઇ આહિર નામના કાર્યકરે જણાવ્યું હતું કે, કામ કરવા છતાં ટિકિટ માટે ધ્યાન આપવામાં આવ્યું નથી. અહીંથી નક્કી હતું પરંતુ ભુજથી ટિકિટ કપાઇ ગઇ છે. હાલ અપક્ષની પેનલ મેદાનમાં ઉતારવામાં આવી રહી છે અને ફોર્મ ભરાઇ રહ્યા છે.

ગુરૂકુળમાં સમસ્યા ન ઉકેલાતા યુથ સર્કલે અપક્ષ ઉમેદવાર ઉભા રાખ્યા
જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ભાજપને હાલ ભરાયેલા ફોર્મમાં જોવામાં આવે તો જુદા જુદા વોર્ડમાં ડેમેજ કંટ્રોલ કરવાની નોબત આવી શકે તેમ છે. આ માટે ભાજપના મોવડી મંડળ દ્વારા ચાંપતી નજર રાખીને પગલા ભરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ ભાજપના ગઢ ગણાય તેવા પોશ વિસ્તારમાં પણ પાલિકાના ગેરવહીવટને લઇને હાલ લોકોમાં આક્રોશ છે. અગાઉ ગુરૂકુળ વિસ્તારમાં રોડ બનાવવા માગણી કર્યા છતાં ન બનાવતા ગુરૂકુળ યુથ ક્લબ દ્વારા સ્વખર્ચે ફંડ ઉઘરાવીને રોડ બનાવ્યો હતો. સૂત્રોના દાવા મુજબ આજ વિસ્તારમાં રહેતા એક આગેવાનના પરીવારને પહેલા ટિકિટ આપવાની વાત થયા પછી ટિકિટ ન ફાળવતાં બિલ્ડર રાજુભાઇ શાહે ઉમેદવારી નોંધાવી છે. શાહના જણાવ્યા મુજબ વિસ્તારમાં સમસ્યાઓ ઉકેલાઇ નથી. રજૂઆતો કરવામાં આવી છતાં પ્રશ્નો ઉકેલાયા નથી. ઉલ્લેખનીય છે કે, આ ઉમેદવારને યુથ સર્કલે જ ઉભા રાખ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો