કાર્યવાહી:DBZ સહિતના વિસ્તારના દબાણ હટાવાયા, નગરપાલિકા દ્વારા વિકાસ કામને અડચણરૂપ દબાણો સામે તવાઇ લવાઇ

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10-એમાં રોડની વચ્ચે આડેધડ ખડકાયેલા વીજ થાંભલાને પણ દૂર કરવામાં આવ્યા : ગટર લાઇનના દબાણ દૂર થશે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે શહેરના પ્રવેશદ્વાર પાસેના દબાણો હટાવવામાં આવ્યા પછી હવે વિકાસકામને અડચણરૂપ હોય તેવા દબાણો પર પણ તવાઇ લાવવામાં આવી રહી છે. ડીબીઝેડ, 10-એ સહિતના વિસ્તારમાં આજે કાચા-પાકા મકાનો અને અન્ય દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. અંદાજે 7થી વધુ દબાણો પર તવાઇ લાવવાની સાથે સાથે 10-એ વિસ્તારમાં રોડ બનાવવામાં આડેધડ વીજ થાંભલા નાખવામાં આવ્યા છે તેને પણ ખસેડીને આગળની કાર્યવાહી માટે પગલા ભ રવામાં આવ્યા છે.

શહેરમાં વિકાસ કામો થાય તે દિશામાં પગલા ભરવામાં આવી રહ્યા છે. તેમાં સમયાંતરે જે તે કામને અડચણરૂપ હોય તેવા દબાણો પણ દૂર કરવામાં આવે છે. 10-એ વિસ્તારમાં નવો રોડ બનાવવાનો છે તેમાં અડચણરૂપ હતા તે દબાણો પર આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ઉપરાંત ડીબીઝેડ વિસ્તારમાં પણ અન્ય દબાણો હતા તે હટાવવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર દર્શનસિંહની સૂચનાના પગલે પાલિકાના દબાણ શાખાના લોકેન્દ્ર શર્મા સહિતનો સ્ટાફ જોડાયો હતો અને અંદાજે પાંચેક કલાક સુધી જુદા જુદા સ્થળો પર આ દબાણ હટાવવાની પ્રક્રિયા ચલાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...