કાર્યક્રમ:કોરોના કાળમાં કાર્યરત બ્રહ્મ સમાજના વોરિયર્સની સેવાઓને બિરદાવાઇ: 17 વ્યક્તિઓનું સન્માન

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા
  • 60 તેજસ્વી બાળકોને પ્રોત્સાહન ​​​​​​​અપાયુંઃ લઘુ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નૃત્ય સંગીતની પ્રસ્તુતિ રજુ કરાઈ

સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા આદિપુરના પ્રભુદર્શન હોલમાં સરસ્વતી સન્માન, કોરોના વોરીયર્સનું સન્માન અને લઘુ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.મંડલના સંયોજિકા પન્નાબેન જોશી, અરુણાબેન ઓઝા, સુધાબેન ભટ્ટ, નિરંજનાબેન સોમપુરા, શારદાબેન જોશીએ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી, તો પ્રવીણ દવેએ બે વર્ષ દરમ્યાન વિદાય લીધેલા દિવગંતોને અંજલી આપી હતી.

ત્યારબાદ કેજી થી કોલેજ સુધીના 60 જેટલા તેજસ્વી છાત્રો ઉપરાંત કપરા કાળમાં સેવા આપનારા તબીબ, શિક્ષણ, પોલીસ અને પત્રકાર સહિતના ક્ષેત્રોમાંથી ડો. પાર્થ જાની, રાધિકા દવે, ભરત મઢવી, ઉજીબેન જોશી, વૈશાલી પંડ્યા, ભક્તિ ભટ્ટ, હેમાંગી રાજગોર, સેતુ જાની, કિશોર માકાણી, હેમંત જોશી, વિમલેશ કમલ શર્મા, સુનિલ દવે, જગદિશ પંડ્યા, પ્રદીપ જોશી, નિધિરેશ રાવલ, સંદીપ દવે સહિતના કોરોના વોરીયર્સ અને હીરલ જોશીનું બેસ્ટ એચીવમેન્ટ એવોર્ડ સાથે ટ્રોફી સહ સન્માન ડો. નરેશ જોશીની દોરવણી હેઠળ કરાયું હતું. ત્યારબાદ સનેડો. દેશભક્તિ, સ્તુતિ વંદના સહિતના નૃત્યોનો કાર્યક્રમ થયો હતો.

સંચાલન કાજલ ઓઝા, હેતલ ઓઝાએ અને આભાર વિધિ માલા દવેએ કરી હતી. આયોજનમાં આગેવાનો ડો. મનિષ પંડ્યા, સમીપ જોશી તેમજ રાજેશ ધારક, દિલીપ ઓઝા, નયના દવે, જ્યોત્સના દવે, પ્રતિક જોશી, સંદીપ વ્યાસ, જય દવે, અશ્વિન ત્રિવેદી, નિલેશ પંડ્યા, તુષાર ઓઝા, જીતુ ગામોત સહિતના ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો. આયોજનમાં કોરોના ક્રફ્યુ દરમ્યાન યોજાયેલી વિવિધ ઓનલાઈન સ્પર્ધાઓના વિજેતાઓને પણ સન્માનિત કરાયા હતા. પન્નાબેન જોશીએ બે વર્ષના અહેવાલ સાથે સંગઠન પર ભાર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...