તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ચિત્રોડમાં ગૌવંશ પર સૃષ્ટિવિરૂધ્ધના કૃત્યથી ગૌપ્રેમીઓમાં રોષ ફેલાયો

ગાંધીધામ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાપર તાલુકાના ચિત્રોડ ખાતે એક વિકૃત શખ્સ દ્વારા ગૌવંશ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરયું હોવાનું આશ્રમના સીસી ટીવી ફૂટેજના આધારે બહાર આવતાં ગૌપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઇ છે. ડાભુંડા ખાતે રહેતા વિશ્વ હિન્દુ પરિષદના રાપર શહેર પ્રમુખ અને ગૌરક્ષક જગુભા વેલુભા જાડેજાએ આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તા.8/2 ના તેઓ સામખિયાળી ખાતે કામ અર્થે ગયા હતા તે સમયે ચિત્રોડના ત્રિકમદાસ આશ્રમના માતા રાજેશ્વરીદેવીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તા.31/1 ના રોજ તેઓ મોરબી ખાતે અનુયાયીને ત્યાં ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.

ત્યાંથી તા.8/2 ના રોજ તેઓ પરત આશ્રમે આવ્યા અને તેમની ગેરહાજરીમાં આશ્રમની ગતિવિધિ જોવા માટે આશ્રમમમાં લગાડવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં તેમાં તા.31/1 ના સાંજે 4 વાગ્યાના અરસામાં આશ્રમ બહાર બનાવાયેલા પાણીના અવાડા પાસે ચિત્રોડનો ભીખા ભુરા મ્યાત્રા ગૌવંશ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરતો જોવામાં આવ્યો છે તેવી જાણ કરતાં જ તેઓ બજરંગ દળના પ્રમુખ ભરત અમરશી મસુરીયા સાથે આશ્રમ પહોંચી ગયા હતા અને તમામ પુરાવાઓ એકઠા કરી આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના પદાધીકારીઓની સલાહ સૂચન લીધા બાદ વિકૃત શખ્સ ભીખા ભુરા મ્યાત્રા વિરૂધ્ધ આડેસર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો