તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કંડલામાં 300 કરોડનું બીજું ગેસોલીન ભરેલુ શીપ ઝડપાયું

ગાંધીધામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકલ લેબોરેટરીએ કહ્યું કે નેપ્થા, પણ દિલ્હીની લેબ. એ કહી દીધંુ કે આ પેટ્રોલીયમ પેદાશ છે, સતત બીજી વાર સરેઆમ ચોરીનો આક્ષેપ
  • કંડલા કસ્ટમ સ્થિત વિવાદાસ્પદ લેબોરેટરીની ભૂમિકા વધુ એક વાર પ્રકાશમાં આવી

કંડલા પોર્ટમાં એક વેસલ આખુ ગેસોલીનનું ફેબ્રુઆરીમાં ઝડપાયા બાદ, બીજુ વેસલ કે જેમાં સંગ્રહિત સામગ્રીની કિંમત 300 કરોડ જેટલી જંગી આંકડાને સ્પર્શે છે. તેને કંડલા કસ્ટમ સીઝ કરવામાં વાંધા વચકા કરતું હોવાની વાત સામે આવતા કસ્ટમ વિભાગની મંશા પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે. વિશેષ કરીને અગાઉથી હંમેશા વિવાદોના વમળમાં રહેલી પરંતુ અત્યાર સુધી તપાસના સ્તરેના આવેલી કંડલા કસ્ટમની લેબોરેટરીની ભુમીકા ફરી એક વાર પ્રકાશમાં આવી છે.

દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં ક્રુડ ઓઈલનો મોટો જથ્થો સપ્લાય થતો હોવાનું જગજાહેર છે ત્યારે તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતી કંડલા કસ્ટમની નાક નીચે અથવા તો તેની રહેમ નજર તળે આચરાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. દીન દયાલ પોર્ટ ટ્રસ્ટમાં અગાઉ ડીઝલ ભરેલુ આખુ વેસલ આવી ચડ્યાનો કારસો ડીઆરઆઈએ ઝડપી પાડ્યો હતો. તો ત્યારબાદ કેરોસીન સહિતની સામગ્રી ઝડપી હોવાના મામલે પણ બાબત પ્રકાશમાં આવી હતી. સંલગ્ન મામલા અંગે કંડલા કસ્ટમની ઈમારતમાં સ્થીત લેબોરેટરીનો એક અધિકારીની સીધી સંડોવણી પણ સામે આવતા તેના વિરુદ્ધ તપાસ હાથ ધરાઈ હતી. જેની ધરપકડ ના થાય તે માટે તેણે આગોતરા પણ મુકવા પડ્યા હતા. આવીજ પરિસ્થિતિ ફરી સર્જાઈ છે.

કંડલા લેબોરેટરીએ ગત 27 ફેબ્રુઆરીના ઓન રેકોર્ડ ઓમાનથી આવેલા એક વેસલમાં નેપ્થા હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જ્યારે કે ડીરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા તેમાં ગેરરીતી આચરાઈ હોવાનું જણાવ્યા બાદ આ રિપોર્ટ કરાવ્યા જણાવ્યું હતું. તે રિપોર્ટ પર પણ બાબત સ્પષ્ટ ના થતા સેમ્પલ દિલ્હી મોકલાયા હતા, જેમાં તે પેટ્રોલીયમ સબંધીત પદાર્થજ હોવાનું સામે આવ્યું હતું અને દાણચોરીનો મામલો સ્પષ્ટ રુપે સામે આવ્યો હતો.

કંડલાની લેબોરેટરીનું ટેસ્ટીંગ અને તેની પ્રક્રિયા અગાઉ પણ વિવાદોમાં આવી ચુક્યા છે ત્યારે વધુ એક વાર આ પ્રકારની બાબત પ્રકાશમાં આવતા બાબત સબંધિત વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. કંડલા અને મુન્દ્રા કસ્ટમ દાણચોરી, મીસ ડિકલેરેશન સહિતના પ્રશ્નોએ વર્ષોથી શંકાસ્પદ ભૂમિકા ભજવી રહ્યાની ફરિયાદ ઉઠતી રહી છે.

બન્ને મામલા કોર્ટમાંઃ કસ્ટમ લડશે
આ અંગે કંડલા કસ્ટમના જનસંપર્ક અધિકારીએ જણાવ્યુ હતું કે સબંધીત શીપ અંગેની બાબત કોર્ટમાં લંબીત હોવાથી તે સીઝની કાર્યવાહિ નથી હાથ ધરાઈ. તે અંગે કસ્ટમનો રુખ શું હશે? તે અંગે તેમણે જણાવ્યું કે કસ્ટમની દિલ્હી લેબોરેટરીએ આપેલા રિપોર્ટ અનુસાર તે સેમ્પલ અયોગ્ય હોવાના આધારેજ કસ્ટમ તે દીશામાં પેરવી કરશે.

અન્ય સમાચારો પણ છે...