કાર્યવાહી:પૂર્વ કચ્છના બીજા બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયો, અંજાર, ગાંધીધામ, આડેસરમાં દાખલ હતા ગુના

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પુર્વ કચ્છમા દારુના ચાર મોટા કેસમા આવી ગયેલા આરોપીને પુર્વ કચ્છ પોલીસે પાસા તળે અટક કરીને સુરત જેલ મોકલી આપ્યો હતો. પૂર્વ કચ્છમાં 4 દિવસમાં રાપર પછી આ બીજો બુટલેટર પાસામાં પુરાયો છે. આરોપી અરવિંદ માદેવા દેસાઈ નામના બુટલેગર વિરૂધ્ધ છેલ્લા એકાદ વર્ષમાં પુર્વ કચ્છ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનો પર વિદેશી દારૂના મોટા જથ્થાના ચાર ગુના દાખલ થયા હતા. જેથી એલ.સી.બી. દ્વારા તેના વિરુધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને કલેકટ૨ કચેરીએ મોકલી આપવામા આવી હતી.

તેમના તરફથી વોરંટ ઈશ્યુ કરવામાં આવતા આ ઈસમને એલ.સી.બી.ની ટીમ દ્વારા આરોપી અરવિંદ માદેવા દેસાઇ (ઉ.વ. 31) (રહે. તકીયાવાસ,રા૫ર) ની પાસા તળે અટકાયતમા લઈ લાજપોર મધ્યસ્થ જેલ,સુરત ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આરોપી વિરુદ્ધ ગાંધીધામ બિ.ડીવીઝન, આડેસર, અને અંજારમાં બે ગુના પ્રોહી. ધારા તળે દાખલ થયેલા છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકી અને સ્ટાફ દ્વારા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...