તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણ વંદના:પ્રાચિન મકલેશ્વર શિવાલયનું ભક્તજનોમાં અનેરૂં આકર્ષણ

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ - મુન્દ્રા હાઈવે પર આવેલું ઐતિહાસિક મકલેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ
  • સુરા પુરા પાળીયા ધરાવતા પ્રાચીન મંદિર સાથે અનેક કથાઓ જોડાયેલી છેઃ ઋષિ પંચમીના યોજાય છે મેળો

ગાંધીધમા મુંદ્રા હાઈવે પર મેઘપર ગામમાં ઐતિહાસિક મકલેશ્વર મહાદેવનું પ્રાચિન મંદિર આવેલું છે. જેની સાથે વિવિધ કથાઓ જોડાયેલી છે તો શ્રાવણ મહિનામાં તેનું અનેરુ આકર્ષણ લોકોમાં રહે છે. મહાદેવ મંદિર સાથે ઐતિહાસિક સૂર પૂરા ના પાળીયા પણ આવેલા છે, તેમજ દુર્લભ બાલાજી હનુમાનજીની બેઠેલી મુર્તીનું મંદિર પણ છે.

શ્રાવણ માસમાં ભક્તો દ્વારા રુદ્રાભીષેક નિયમીત કરવામાં આવે છે.મહાશિવરાત્રીના બ્રાહ્મણો દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર કરી જગત કલ્યાણ માટે પ્રાર્થના કરાવામા આવે છે. ભાદરવા સુદ પાંચમ (ઋષિ પંચમી) ના દિવસે ભવ્ય લોક મેળો કે જે મિની તરણેતર તરીકે પણ ઓળખાય છે તે યોજાય છે. ત્યારે અહીં અન્નકૂટ પ્રસાદ ધરાવામા આવે છે. તેમ મંદિરના મહંત સચીન ભારથીએ જણાવ્યું હતું.

આદિપુરમાં પંચમુખી હનુમાન મંદિરે નર્મેદેશ્વર મહાદેવમાં ભક્તોની આરાધના
આદિપુરમાં પંચમુખી હનુમાનજી મંદિર મધ્યે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ શિવ ભક્તો પૂજા અર્ચના માટે ભીડ લાગી હતી. દરરોજ સવારે થતા રુદ્રાભિષેકનો લાભ યુવાનો સાથે શહેરના પ્રબુદ્ધ લોકોએ લીધો હતો. બ્રહ્મચારી પ્રકાશાનંદ મહારાજના સાનિધ્યમાં ગુરુકુળના ઋષિ કુમારો દ્વારા પુજન અર્ચન કરાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...