તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કંડલા-ખારીરોહર વચ્ચે ડીઝલ ચોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ

ગાંધીધામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમયસર પહોંચેલી પોલીસે 3ો હજારનો મુદ્દામાલ કબજે કર્યો, આરોપીઓ નાસી ગયા

કંડલાથી ખારીરોહર જતી બીપીસીએલ કંપનીની પાઇપલાઇનમાં કાણું પાડી ડિઝલ ચોરી કરાઇ રહી હતી તે જ સમયે બાતમીના આધારે પહોંચેલી સ્થાનિક પોલીસે તેમનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ કર્યો હતો અને રૂ.30 હજારની કિંમતના ડિઝલ ભરેલા 11 કેરબા કબજે કરી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. કંડલા મરીન પોલીસ મથકની ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે કંડલા થી ખારીરોહર તરફ જતા રસ્તા પર આવેલ બીપીસીએલ પાઇપલાઇન પીલર નંબર 422 પાસેથી અમુક ચોર ઈસમો ડીઝલ ચોરી કરે છે તેવી બાતમી આધારે દરોડો પાડ્યો હતો.

પોલીસને જોઇ ડિઝલ ચોરી કરી રહેલા ઇસમો ભાગી ગયા હતા. પોલીસે રૂ.30,415 ની કિ઼મતના ડિઝલ ભરેલા 11 કેરબા કબજે કરી અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડાક દિવસ પહેલાં પણ કંડલા મરિન પોલીસે એલપીજી ના ગેટ નજીક જ ડિઝલ ચોરી કરી રહેલા એક ઇસમને પકડી લીધો હતો. આ વખતે પણ પોલીસે સમયસર પહોંચી જઇને ડીઝલ ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

ખરેખર 24 કલાક આ પાઇપલાઇન પર સુરક્ષા જરૂરી
જ્યારથી કંડલામાં પાઇપલાઇન મારફત વહન શરૂ કરાયું ત્યારથી જ ડિઝલ ચોરીની શરૂઆત થઇ છે. આ રીતે થતી ચોરીને કારણે મોટી દૂર્ઘટના પણ સર્જાઇ શકે તેમ છે પરંતુ અવાર નવાર થતી આવી ચોરીઓ પછી પણ આ પાઇપલાઇન પર 24 કલાક બંદોબસ્ત ગોઠવાતો નથી જે ખરેખર જરૂરી છે કારણ કે જે દિવસે દૂર્ઘટના સર્જાઇ તે દિવસે સંકુલ આખાને ભોગવવાનો વારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો