તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંટવૈદ્ય:વરસામેડીમાં વધુ 1 પ્રમાણપત્ર વગરનો ઊંટવૈદ્ય દબોચાયો

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છ પોલીસની હેટ્રીક : આરોગ્ય અધિકારી સાથે રાખી 24 હજારનો ામાલ જપ્ત કર્યો
  • પૂર્વ કચ્છમાં બોગસ તબીબો ઉપર તવાઇ જારી : વધુ એક દબોચાતાં હેટ્રિક

અંજારના વરસામેડી ખાતે કોઇપણ પ્રમાણપત્ર વગર પ્રેક્ટિસ કરી રહેલા વધુ એક બોગસ તબીબને દબોચી લેતાં સતત તવાઇ જારી રાખી પૂર્વ કચ્છમાં હેટ્રિક થઇ છે. જેમાં વરસામેડી માંથી જ બે બોગસ ઊંટવૈદ્ય પકડાયા છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છ એસઓજીના પીઆઇ વી.પી.જાડેજા અને ટીમ કચરેીએ હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે, વરસામેડી સીમમાં શાંતિધામ પાસે ભગવતી સોસાયટી બાજુમાં મીઠુભાઇ જાટની દુકાનમાં અલીહસન ઇમામુદ્દીન અંસારી કોઇપણ ડીગ્રી ન હોવા છતાં આશીર્વાદ ક્લિનીકના નામે મેડિકલ પ્રેક્ટિસ ચલાવાતો હોવાની બાતમીના આધારે ભીમાસર પીએચસીના ડો. વિદિશા પારગીને સાથે રાખી આશિર્વાદ ક્લિનિક પર દરોડો પાડી કોઇપણ જાતના પ્રમાણપત્ર વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા અલીહસન ઇમામુદ્દીન અંસારીને રૂ.16,882 ની કિંમતના સાધનો અને એલોપથીની દવાઓ , રૂ.2,500 રોકડા અને રૂ.5,000 ની કિંમતના એક મોબાઇલ સહિત કુલ રૂ. 24,382 ના મુદ્દામાલ સાથે પકડી લઇ અંજાર પોલીસ મથકે તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરાવી વધુ તપાસ સોંપી હતી. વરસામેડીમાંથી આ બીજો બોગસ તબીબ પકડાયો છે તો ગાંધીધામ અને મીઠીરોહરમાંથી બે ડોક્ટર ડીગ્રી વગરના પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...