કચ્છભરમાં પ્રથમ વાર મગજની મુખ્ય ધમનિની શાખાની એન્જિયોપ્લાસ્ટી સફળતાપુર્વક કરીને નવો કિર્તીમાન સ્થાપિત કરાયો હતો. આ ઓપરેશનને સેરેબ્રલ એન્જીઓગ્રાફી કહે છે અને આખા રાજ્યમાં માત્ર ચાર થી પાંચ તબીબજ આ ઓપરેશન કરી શકે છે, જેમાં જિલ્લામાં પ્રથમ વાર ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પે. હોસ્પિટલમાં આ ઓપરેશન કરાયું હતું.
નિષ્ણાંત તબીબ ડો. અંકુર ગુપ્તાએ આ કેસ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે 65 વર્ષના વૃદ્ધાને લકવાની અસર દેખાતી હતી, જે અંગે સેરેબ્રલ એન્જીઓગ્રાફીથી ઉંડાણપૂર્વક પગથી નસથી મગજ સુધીની તપાસ કરતા 90% જેટલી ધમની સંકોચાઈ ગયાનું ધ્યાને આવ્યું હતું.
આનો એક માત્ર વિકલ્પ મગજની એન્જિયોપ્લાસ્ટી હોય છે, જે અત્યંત જોખમી અને ગંભીર પરીણામો ધરાવતી હોવાનું તેમજ દર્દીને ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવી બીમારીઓ પણ હોવાનું પરીવારજનોને જાણ કરાયા બાદ સહમતીથી ડો. ગુપ્તા દ્વારા સફળતા પૂર્વક એન્જિયોપ્લાસ્ટી કરતા ત્રણ દિવસમાં દર્દી સાજા અને નૉર્મલ થઈ જતા રજા અપાઈ હતી.
નોંધવું રહ્યું કે હ્રદયની એન્જિયોપ્લાસ્ટી આજકાલ સામાન્ય બની છે, પરંતુ મગજ જેવા સંવેદનશીલ ભાગમાં ગંભીર ઓપરેશન તે જિલ્લામાંજ નહિ,પરંતુ રાજ્યમાં પણ ખુબ ઓછા અને રેર તબીબો દ્વારા શક્ય બનતું હોવાનું તજજ્ઞોએ જણાવ્યું હતું. યુનિટ હેડ રાજ કડેચા સાથે સહયોગી અલ્પેશ દવે, જયેશ પટેલ દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ઘર આંગણે દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી રહે તેના પ્રયાસો માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.