રોષ:શ્વાનના કરડવાથી બે બાળકોને ઈજા થતા રોષ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં શ્વાન કરડવાની ઘટનાઓ લાંબા સમયથી સામાન્ય કરતા ઘણી વધારે છે. આ પ્રકારના કિસ્સાઓમાં વધુ એક બનાવ રવિવારના સાંજે ચામુંડા નગર પાસે બનતા લોકોમાં રોષની લાગણી વ્યાપી હતી. અહી રહેતા બે બાળકો પોતાના ઘર બહાર પ્રાંગણમાં રમી રહ્યા હતા ત્યારે શ્વાને હુમલો કરીને તેના પગમાં બચકું ભરી લીધુ હતુ, બાળકનીથી બે વર્ષે મોટા ભાઈએ તેને બચાવવા જતા તેને પણ શ્વાને બચકુ ભરવાનો પ્રયાસ કરતા ઈજા પહોંચી હતી. સ્થાનિકોએ ત્યારબાદ શ્વાનોને પથ્થરોના માર મારી ભગાડી મુક્યા હતા, પરંતુ સમસ્યાનું કાયમી સમાધાન આવે તેવી માંગ ઉઠવા પામી છે. 

અન્ય સમાચારો પણ છે...