તોડફોડ:મીઠાના વેપારીની ઓફિસમાં અજ્ઞાત ઇસમે તોડફોડ કરી

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરની ઘટનામાં 42 હજારનું નુકસાન પહોંચ્યું

આદિપુરમાં આવેલી મીઠાના આયાત-નિકાસકારની ઓફિસમાં અજાણ્યા ઇસમે અંદર પ્રવેશ કરી તોડફોડ કરી રૂ.42 હજારનું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરીયાદસ્થાનિકપોલીસ મથકે નોંધાઇ છે. મુળ ભચાઉના નવાગામના હાલે આદિપુર પોલીસ લાઇનમાં રહેતા અને મીઠાની આયાત-નિકાસનું કામ કરતા 33 વર્ષીય પ્રવિણભાઇ પ્રેમજીભાઇ શામળિયાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત બપોરે તેઓ પોતાના ઘરેહતા ત્યારે તેમની ઓફિસમાં કામ કરતા રાહુલ ભાનુશાલીએ તેમને જાણ કરી હતી કે, ઓફિસનો મેઇન દરવાજો ખુલ્લો છે. તાળું પણ જોવામાં નથી આવતું.

આજાણથતાં તેમણે ઓફિસે જઇને તપાસ કરી સ્તબ્ધ થઇ ગયા હતા કારણ કે, બે અલગ અલગ ટેબલો ઉપર રાખેલા બે કોમ્પ્યુટરોની સ્ક્રીન તૂટેલી હતી. ઓફિસની અંદર તાળું તોડી પ્રવેશેલા અજાણ્યા ઇસમે તેમની ઓફિસમાં રૂ.35,000 ની કિંમતના કોમ્પ્યુટરઅને એક રૂ.7,000 ની કિંમતની રિવોલ્વીંગ ખુરશી તોડી કુલરૂ.42,000નું નુકશાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અહીં નોંધવું રહ્યુ઼ કે, આદિપુરમાં થોડા સમય પહેલાં ભર બપોરે એક્ટિવા પર આવેલા બે જણાએ ઘરમાં ઘૂસી છરીની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...