તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:કોડાયની બે અલગ જમીન પચાવનારા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માંડવી તાલુકામાં બે ગામોમાં જમીનના નવા કાયદાનો અમલ કરાયો
 • બિદડામાં પણ એક પરિવારના ત્રણ સભ્યો વિરૂધ્ધ નવા કાયદા અન્વયે ફરિયાદ દાખલ કરાઇ

માંડવી તાલુકાના કોડાયમાં બે અલગ જમીન પચાવનાર એક ઇસમ વિરૂધ્ધ બે ગુના નોંધાયા છે તો બીદડાના એક પરિવારે જમીન પચાવી હોવાની ફરિયાદના આધારે પરિવારના ત્રણ સભ્યો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબી઼ગ એક્ટ તળે ગુનો નોંધાયો છે.

કોડાયના 56 વર્ષીય ભીમશી રાણશી ચારણે પોતાની બે અલગ અલગ સર્વે નંબરની જમીનો હડપ કરવા બદલ હરી ગઢવીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફીટ કરવા કલેક્ટરને અરજી કરી હતી. કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અરજીના આધાર-પૂરાવા જોયા બાદ કલેક્ટરે ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયેશ નટુભાઈ પંચાલને હરી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદો દાખલ કરવા હુકમ કર્યો હતો.

પ્રથમ ફરિયાદમાં ભીમશી ચારણે જણાવ્યું કે, કોડાયના સર્વે નંબર 680/220વાળી સરકારી જમીનની બાબાવાડીમાં રહેતી માલતી સુરેશ લાલન નામની મહિલાના નામથી 3918થી ખોટી નોંધ પડી હતી. ત્યારબાદ આ જમીનમાં 5029ની નોંધથી બીજા નામો દાખલ કરાયાં હતા અને કોડાયના પટેલ પ્રેમજી જાદવા તેમજ હરજી વિશ્રામ હિરાણીએ અંદરોઅંદર વેચસાટ કરી વેચાણ દસ્તાવેજ બનાવી ગુનો આચરેલો. ઉત્તરોત્તર આ જમીનના ઓઠા હેઠળ હરીએ પોતાની 680/263વાળી જમીન પર કબ્જો જમાવી દીધો હોવાનું ભીમશીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે. એ જ રીતે, અન્ય ફરિયાદમાં ભીમશી ગઢવીએ હરીએ કોડાયના સર્વે નંબર 680 પૈકીની સરકારી જમીન પચાવી પાડી તેના પર પોતાની માલિકીની 680/220નું પાટિયું ખોડી દઈ કબ્જો જમાવ્યો હોવાનું જણાવ્યું છે.

તો, મુળ બિદડાના અને હાલે આદિપુર રહેતા 73 વર્ષીય કલ્યાણજીભાઇ લધાભાઇ પટેલે બીદડાના જ રવિલાલ કાનજી પટેલ, નવિન રવિલાલ પટેલ અને રાધાબેન રવિલાલ પટેલ વિરુધ્ધ તેમણે બીદડામાં ખરીદેલી જમીન બીનખેતી કરાવ્યા બાદ આ ત્રણે જણા તે જમીન ઉપર બાંધકામ કરવા આપતા ન હોવાની ફરિયાદ અરજી કરી નવા કાયદા હેઠળ ગુનો નોંધવા કલેક્ટરને ફરિયાદ અરજી કરતાં ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ
સરકારે લાગુ કરેલા જમીન પચાવી પાડવા પર પ્રતિબંધના કાયદા હેઠળ કલેક્ટરની સીધી દોરવણી હેઠળ કરવામાં આવી રહેલી કામગીરીથી અનેક ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કેવર્ષ-2001 ના વિનાશક ભૂકંપ બાદ જમીન પચાવી પાડવાના વધેલા કિસ્સાઓની ફરિયાદો ઉઠ્યા બાદ આ નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો