માનવતા:પરપ્રાંતીય યુવકનું ઓપરેશન કરાવી વતન બિહાર મોકલાયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાએ માનવતાના દીવડા પ્રગટાવ્યા

ઈન્દિરા નગર ગાંધીધામમાં રહેતા રોશન કુમાર બીલેટભાઈ કમતી જેમને પેટનો દુખાવો વધવાથી બકાલા માર્કેટની પાછળ આવેલા ડાયઞનોસ્ટિક સેન્ટરમાં સોનોગ્રાફી કરાવી હતી. ડો. રામભાઇ દ્વારા એપેન્ડિક્સ છે અને ફુલ પાકી ગયું છે, ફાટી જાય તેવી સ્થિતિ છે તો ઓપરેશન તાત્કાલિક ધોરણે કરવુ જોઈએ એવી સલાહ આપી હતી. બાદમાં સ્વ.નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટના રાજભા નારણભા ઞઢવીને જાણ કરી હતી. ડોક્ટરની સલાહ લેતા ઓપરેશન તાત્કાલિક ધોરણે કરવુ જોઈએ એવુ કહેતા તેમના ભાઈને સમજાવીને તત્કાળ નિર્ણય લીધો હતો.

દર્દી પાસે રૂપિયાની કોઈજ સગવડ ન હોય ખાનગીમાં 50થી60 હજારનો ખર્ચો કહ્યો હતો. ત્યારે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ બોલાવીને ભુજ જી કે જનરલ હોસ્પિટલમાં સંદિપભાઈ આહીરની મદદથી તાત્કાલિક ઓપરેશન કરાવી રોશન કુમાર બીલેટભાઈ કમતી ને મોટી દુર્ઘટના માથી ઉઞારી લેવામાં આવ્યો હતો. બધુંજ ફ્રી સેવામા કરવામાં આવ્યું હતું .ત્યારબાદ સહી સલામત એમના ધરે બિહારમાં સમસ્તીપુર મોકલાયો હતો દર્દીના ભાઈ દિપકભાઈએ ચેરીટેબલ ટ્રસ્ટ અને મદદરૂપ થયેલા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...