આયોજન:આહિર ભરત સંસ્કૃતિને પ્રચલિત કરવા એક્ઝિબિશન યોજાઇ ગયું

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અડીખમ આહિર સમાજ મહિલા શક્તિ વિંગનું કદમ
  • મહિલાઓને આત્મનિર્ભર કરવાનો પણ સંસ્થાનો અભિગમ

અડીખમ આહીર સમાજ મહિલા શક્તિ વિંગ કચ્છ ઝોન દ્વારા આયોજિત આહીર હેન્ડીકાફટ એકઝીબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર ભરતને પ્રચલીત અને ગામડાની બહેનો આત્મનિર્ભર બને તે માટે પ્લેટફોર્મ પુરૂં પાડવા મફત સ્ટોલ રાખવામાં આવ્યો હતો. ગાંધીધામ લાયન્સ ક્લબ ખાતે તેમના આયોજક અડિખમ આહીર સમાજ મહિલા શક્તિ વિંગ કચ્છ ઝોનના અસ્મિતા બલદાણીયા મંત્રી મીનાબેન વાઘમશી કચ્છ ઝોન પુરુષ વિભાગના કાનજીભાઈ આહીર તેમજ સમસ્ત કચ્છ મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વાર એકઝીબિશન અને હેન્ડીકાફટ યોજવામાં આવ્યો હતો.

આહીર ભરતને પ્રચલિત અને આહીર ગામડાની બહેનો આત્મનિર્ભર બનાવવા માટેનું એક પ્લેટફોર્મ પુરુ પાડવા માટે ફ્રી સ્ટોલ રાખવામાં આવ્યા હતા. કચ્છના ઉધોગપતિઓ તેજાભાઈ કાનગડ, બાબુભાઈ ભીમા હુંબલ દ્વારા ખુબ સારો સપોર્ટ મળ્યો હતો. દિપ પ્રાગટ્ય ત્રીકમદાસજી મહારાજ, ત્રિકમભાઈ વી. આહીર, નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાની, ભરતભાઈ આહિર, વી.કે.હુંબલ એકઝીબિશન ખુલ્લો મુકવામાં આવ્યો હતો. અંજાર સોરઠિયા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ પેડવા તેમજ ભગવાનજીભાઈ આહીર રતનાલથી હાજર રહ્યા હતા.

અડીખમ આહીર સમાજના પ્રમુખ સેવક રાહુલભાઈ ચોચા, ગોવિંદભાઈ ચૌચા, પુરી ટીમ સાથે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામ એમએલએ માલતીબેન મહેશ્વરી અને અન્ય રાજકીય નેતાઓ, કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ સાથે મહિલા વિંગનાં અરૂણા બલદાણીયા, કાન્તાબેન પરડવા, ગીતાબેન વી. આહીર, ગીતાબેન એચ.આહીર, ગીતાબેન બી. આહીર પુરી કમીટીનો સહયોગ મળ્યો હતો. સમસ્ત કચ્છ ઝોન મહિલા મંડળનો સહયોગ મળ્યો હતો. પ્રોગ્રામનું સંચાલન જયોતીકા આહીર અને શ્રુતિ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું.

સાથે સાથે વિવિધ કાર્યક્રમો સાંસ્કૃતિક પ્રોગ્રામ, મુઝીકલ હાઉઝી, નાના નાના આહિર ભુલકાઓ દ્વારા રેમ્પ વોકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ પર્સન કાજલબેન માલસતર, દર્શના મેસુરાની રહ્યા હતા. પધ્ધર ગામથી રાસ ગરબાનું ગ્રુપ આવ્યું હતું અને એ ગરબા આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા.

કાર્યક્રમમાં રાજકોટથી ગીતાબેન જોટવા,જૂનાગઢથી દિવ્યેશભાઈ આહિર, કાજલબેન આહિર, કંકુબેન આહીર તેજલબેન સોરઠીયા તથા પ્રવીણ ભાઈ આહીર રાજેશભાઈ આહિર , વિસાભાઈ આહિર, રાજેશભાઈ આહિર, ભરતભાઈ આહીર, વિરમભાઈ આહીર હાજર રહ્યા હતા. મ્યુઝિકલ હાઉઝી લય ભાઈ અંતાણીએ રમાડી હતી. કચ્છના ઘણા ગામોના આહીર સરપંચો તથા ગાંધીધામના અન્ય પ્રખ્યાત એનજીઓના પ્રમુખ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...