સમારકામ:ચાવલા ચોકના ભરચક વિસ્તારમાં રોડને થીગડા મારવા નગરપાલિકા દ્વારા હાથ ધરાઇ કવાયત

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઇ દ્વારા લોકોને સુવિધા પુરી પાડવા થઇ રહ્યા છે પ્રયત્ન: જુદા જુદા વિસ્તારોમાં રસ્તા બનાવવા મંજુરી

ગાંધીધામ નગરપાલિકા દ્વારા લોકોને ખખડધજ થયેલારસ્તામાંથી મુક્તિ મળે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાછે. ભરચક એવા ચાવલા ચોકમાં બિસ્માર બનેલા રોડને થીગડા મારવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ખાડા બુરવાની સાથે જ્યાં જરુર છે ત્યાં ડામર રોડ બનાવવા સહિતના પગલા ભરવામાં આવી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર રસ્તાના કામો કરવામાં આવશે તેવા સંકેત મળી રહ્યા છે.

ખખડધજ થયેલા રસ્તાને લઇને સોશિયલ મિડિયામાં પણ મુદ્દા ઉભા કરાયા હતા. દરમિયાન પાલિકા દ્વારા જીયુડીસી હસ્તક નાખવામાં આવેલી લાઇનના કામમાંથી હવે બિસ્માર બનેલા રોડની મરંમત કરવા માટે તાંત્રિક અને વહીવટી મંજુરી મળતાં ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પાંચેક કરોડથી વધુ રકમના કામ કરવા માટે આ દિશામાં આગળ પાલિકા વધી રહી છે. દિવાળી પહેલા જુદા જુદા વિસ્તારોમાં જેટલા બને તેટલા રસ્તાના કામો આટોપાઇ લેવાયતે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જોકે, રસ્તાના મંજુર થયેલા કામોમાં ક્યાંક વિવાદ પણ ચાલી રહ્યો છે. જેને લઇને ભાજપના જ કેટલાક સભ્યો અગાઉ વિરોધ પણ નોંધાવી ચૂક્યા છે.

દિવાળી પછી પણ ધમધમાટ ચાલુ રહેશે
પાલિકામાં પદાધિકારી અને ભાજપના સંગઠન વચ્ચે જેવો તાલમેલ જોઇએ તેવો ન હોવાથી કેટલાક કામોને વ્યાપક પણે અસર પડી હતી. બન્નેના ખટપટના રાજકારણમાં ખો તો લોકોનો જ નિકળી રહ્યો છે. નવા વર્ષે પણ વિકાસકામોને ધમધમાવવા બન્ને વચ્ચે સંકલન સધાય તે જરૂરી બન્યું છે. રૂટિન બાબતોના વહિવટમાં પણ જો ખલેલ ચાલુ રહે તો લોકોને નવા વર્ષે પણ કામોમાં જે ઝડપ જોઇએ તે મળી શકે તેમ નથી. આ બાબતે જિલ્લા ભાજપનું મોવડી મંડળ બન્ને વચ્ચે સેતુ સધાય તે દિશામાં જે કોઇનો વાંક હોય તેને માત્ર ઠપકો આપવાને બદલા કડકાઇ દાખવવાની પણ જરૂર છે. તદાધિકારીઓ અને ભાજપ સંગઠન વચ્ચે તાલમેલમાં અભાવ હોય તેમાં લોકોને શું ? તેવો પ્રશ્ન પણ હાલ લોકોમાં ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...