સ્વતંત્ર તપાસના આદેશની માંગ:કાસેઝના રેકોર્ડીંગની તપાસમાં ખુલી શકે છે જુના જોગીના નામ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસામાજિક તત્વો સાથે ‘વાઈટ કોલર’ શખ્સોની સાંઠગાંઠ
  • ​​​​​​​રાજધાનીમાં કેંદ્ર સ્તરે ફરિયાદ ઉઠી

અગાઉ વિવિધ કરામતો રચીને ઝોનમાં પ્રવેશ કરનારા તત્વોની જાળમાં હવે તેવોજ ફસાઈ રહ્યા હોવાના આક્ષેપ કરીને જુની બહાર આવેલી રેકોર્ડીંગ્સની તપાસ માટે માંગ ઉઠી હતી.ગાંધીધામના કાસેઝમાં ગત અધિકારીઓની ટર્મમાં વિવિધ પ્રકારે સર્જવામાં આવેલા દબાણને વશ થઈને અયોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા અને તેના પરિણામ સ્વરુપ ડ્યુટી ચોરી અને સરકારની તીજોરીમાં ખાતર પડી રહ્યાના આક્ષેપો વચ્ચે આ આખીય સમસ્યાના મુળીયા સમાન પરિસ્થિતિ પર કોઇ તપાસ પણ યોગ્ય રીતે ન કરાઈ હોવાની ફરિયાદ ઉઠતા જુનો અને શાંત થઈ ગયેલી રેકોર્ડીંગના વિવાદનો મધપુડો ફરી છંછેડાયો છે.

જેમાં જુના જોડાયેલી સંસ્થાના જુના બની બેઠેલા આગેવાનો અને આરોપીઓ, કથીત રીતે અધિકારીઓની પેરવી કરતા તત્વોની કલાકો લાંબી વાતચીત છે અને તેમાં ઘણા બધા નામો સીધા અને આડકતરા રીતે લેવાય છે. આ પ્રકરણમાં બન્ને પક્ષે સમાધાન થઈ ગયાનું કહીને બાબતને અભેરાઈએ ચડાવી દેવાયો હતો. પરંતુ ખોટુ ખોટુજ હોવાનું અને તે વાતચીત કરનારા જુના જોગી અને ભુતકાળમાં અનેક આરોપો જેના પર થઈ ચુક્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવે તેવી રજુઆત કેંદ્ર સ્તરે કરવામાં આવી છે. જેને સ્થાનિક સ્તરે થી નહિ પરંતુ કોઇથી પ્રભાવિત ન રહે એટલે સ્વતંત્ર રીતે કરાય તેવી માંગ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...