સવલત:અદ્યતન MRI મશીન 10 મિનિટમાંજ આપશે રિપોર્ટ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામમાં કચ્છમાં પ્રથમ અત્યાધુનિક ટેક્નોલોજી સાથે મશીનરીને કાર્યરત કરાઈ
  • 96 ચેનલની હાઈ ડેફિનેશન, કોઇઅવાજ વિના દર્દીના કમ્ફર્ટ અનુસાર સુવિધા આપશે

મેડિકલ સાયન્સ હવે નવી ટેક્નોલોજી સાથે ખુબ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે લોકોને તેનો લાભ પહોંચે તે માટે સતત અપડેટ થતું રહેવું ખુબ જરુરી બન્યું છે ત્યારે ગાંધીધામમાં કચ્છનું પ્રથમ 96 ચેનલ હાઈ ડેફિનેશન ધરાવતું MRI મશીન જર્મનીથી આયાત કરીને સ્થાપિત કરી કાર્યરત કરાયું છે. આ આધુનિક મશીનથી કોઇ અવાજ વીના દર્દીનું એમઆરઆઈ સ્કેન માત્ર 10 થી 12 માં થઈ જાય છે અને તુરંત રિપોર્ટ મળી જાય છે.

આ સવલત શરૂ કરનાર પુજા ડાયગ્નોસ્ટિક-ઇમેજીંગ સેન્ટરના ડો. રામ પાનસુરીયાએ જણાવ્યું કે અગાઉ જુના મશીનોમાં દર્દીને 30 થી 40 મિનિટ સુધી મશીનમાં રહેવું પડતું હતું. જેમાં ટુંકી જગ્યાના કારણે ઘણી વાર ગભરામણનો સામનો પણ કરવો પડતો હતો. નવા મશીન થકી દર્દીઓનો સમય પણ બચશે અને તેમને સુવિધા મળશે. જરૂરીયાતમંદ દર્દીઓને ઘરે કે હોસ્પિટલથી અહિ રિપોર્ટ કરવા લાવવા, લઈ જવા એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ અપાય છે. દર્દી આવી શકે તેમ ન હોય ઘરે મશીનરી લઈ જઈને પોર્ટેબલ એક્સ રે પણ પાડી દેવાય છે.

ગોલ્ડ મેડાલીસ્ટ એમ.ડી. ડો. પાનસુરીયાએ જણાવ્યું કે મશીનમાં MRIબ્રેઈન વીથ એડવાન્સ ન્યુરો, હોલ સ્પાઈન, હેડ એન્ડ નેક,રેનલ, બોથ હિપ્સની એન્જીયોગ્રાફી, જોઇન્ટ્સ, વ્હોલ બોડી, એમ.આર.સી.પી.,પ્રોસ્ટેટ MRI વીથ સ્પ્રેક્ટોસ્કોપી સહિતની સીટી આઈવીપી,બાયોપ્સી, લીવર એલેસ્ટ્રોગ્રાફી, યુરોફ્લોમેટ્રી, યુરોડાયનામાઈક્સ, થ્રી અને ફોર ડી સોનોગ્રાફી,બેરીયમ, ડીજીટલ એક્સરે, લેબોરેટરી સહિતની સુવિધાઓ અહીં ઉપલબ્ધ બનાવાઇ છે.

કોરોના કાળમાં દર્દીઓને ઓછી ફી સાથે મદદ કરી, આગળ પર રાહત દરે રિપોર્ટ કરી દેવાશે
કોરોના કાળમાં જસરકારના સીટી સ્કેન માટે ત્રણ હજાર સુધીનો ચાર્જજ લઈ શકાશે તેવો પરીપત્ર બહાર પાડ્યો હતો. તે સમયે પુજા ડાયગ્નોસ્ટીક સેન્ટર દ્વારા તે સમયે જનહિતાર્થે અઢી હજારમાંજ નિદાન કરી અપાતું હતું. ડો. પનસુરીયાએ જણાવ્યું કે આગળ પર તમામને રાહત દરેજ સેવા આપવામાં આવશે. સ્થાનિકોને ઘર આંગણે, રાહત દરે, વધુ સગવડ અને અધતન ટેક્નોલોજી ધરાવતી મેડિકલ સુવિધા આપવી તે તેમનો પ્રાથમિક હેતું છે.

તપાસ માટે રાજકોટ, અમદાવાદ સુધી લાંબુ નહિ થવું પડે
અગાઉ મેડિકલ ઈશ્યુમાં અત્યાધુનિક મશીનરીઓ માત્ર રાજકોટ, અમદાવાદમાં ઉપલબ્ધ હોવાથી સચોટ નિદાન માટે દર્દીઓએ ત્યાં સુધી લંબાવું પડતું હતું, પરંતુ હવે અદ્યતન એમઆરઆઈ મશીન ગાંધીધામમાં કાર્યરત થઈ જતા દર્દીઓને લાંબુ ટ્રાવેલીંગ અને હેરાનગતીનો સામનો નહિ કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...