ત્રણના મોત:કંડલામાં નકટી પાસે ટ્રકે અડફેટે લેતા બાઈક સવાર પ્રૌઢે જીવ ગુમાવ્યો

ગાંધીધામ / અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કંડલામાં ઉભેલા ડમ્પરમાં પાછળ કારની ટક્કરથી સવારનું મોત
  • આડેસર-સણવા રોડ પર હિટ એન્ડ રન, પિકપ હડફેટે બાઈક સવાર 1નું મૃત્યુ 1 ઘાયલ

કંડલા તરફના માર્ગે એકજ દિવસમાં બે અલગ અકસ્માતોમાં બે પ્રોઢ વયના વાહન ચાલકોએ જીવ ગુમાવ્યો હતો. તો આડેસરમાં પણ હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવારનું મોત નિપજ્યાની ઘટના બની હતી.ગાંધીધામથી કંડલા આવતા રોડ પર મંગળવારના આ ગમખ્વાર અકસ્માત થયો હતો. કંડલા મરીન પોલીસ મથકે જીતેંદ્રસિંહ રામગઢીયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રીશી શીપીંગમાં તે કામ કરે છે અને તેની પાસે કામ કરતા કેદારી ઈશ્વર રાવ કામયા ડુમુએ સ્વીફ્ટ કાર લઈને કંડલાથી ગાંધીધામ જતા હતા.

ત્યારે આગળ ઉભેલા ડમ્પર ટ્રેઈલરના ઠાઠામાં કાર ભટકાડતા તેમને છાતીમાં, લીવરમાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડતા મોત નિપજ્યું હતું. તો ગાંહીધામના બી ડિવિઝન પોલીસ મથકે આકાશ આદિત્રવેડરે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધતા જણાવ્યું હતું કે તેમના પિતા મુકેશ ઉર્ફે મુર્ગેશન વેલ્લીએન જાગરીયા એન્ડ સન્સ કંપની કંડલામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે, જેથી ઓસ્લો સર્કલ પાસે ઓફિસ આવેલી છે. સોમવારના બપોરે 4 વાગ્યાના અરસામાં ઓસ્લોમાં આવેલી તેમની ઓફિસથી કંડલાની સાઈટ પર જતા હતા.

​​​​​​​ ત્યારે નકટી પુલ રેલવે ફાટક પાસે પહોંચતા પાછળથી એક ટેન્કર ચાલકે અડફેટૅ લેતા મૃતકના માથા પરથી ટાયર ફરી ગયું હતું. જેથી ગંભીર ઈજા પહોંચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્રીજી ઘટનામાં આડેસર પોલીસ મથકેથી કાંતિભાઈ પબાભાઈ પરમારની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ ફરિયાદીનો મોટો ભાઈ મનજીભાઈ, બાબુ રામજી મકવાણા તેમજ અરજણ હરદાસ મરંડ બાઈક પર સણવા રોડ પર જતાં હતાં.

​​​​​​​ ત્યારે સામેથી આવી રહેલા એક પિકપ વાહને તેમને ટક્કર મારફતા ફરિયાદીના મોટા ભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. જ્યારે પાછળ બેઠેલા બાબુભાઇને શરીરે ઈજાઓ થઈ હતી. આ અકસ્માત બાદ પિકપ વાહનનો ચાલક અકસ્માત કરી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...