દુર્ઘટના:લાખાપર પાસે કેનાલમાં ડૂબી જતાં પ્રૌઢ પશુપાલકે જીવ ખોયો

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજાર નજીક કલાકોના અંતર વચ્ચે નર્મદા કેનાલમાં ત્રણ જીવ ગયા
  • સોમવારે​​​​​​​ બે બાળકો શનિ મંદિર પાસે કેનાલમાં ડૂબી ગયાના બીજા જ દિવસે બની ઘટના

અંજાર નજીક નર્મદા કેનાલમાં એક જ દિવસમાં કલાકોના અંતર વચ્ચે બે બાળકો અને એક પ્રૌઢ ડૂબી જતાં ત્રણ જીવ ગયા હોવાની ઘટના નોંધાઇ છે જેમાં દિવસે લાખાપર પાસે આવેલી કેનાલમાં 50 વર્ષીય પશુપાલક પ્રૌઢ કોઇ પણ રીતે કેનાલમાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ પૂર્વે રાત્રે શનિ મંદિર નજીક બે બાળકો રમતા રમતા પડી જતાં બન્નેના જીવ ગયા હતા.

અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, લાખાપર ખાતે રહેતા અને ઘેટા બકરા ચરાવવાના વ્યવસાય કરતા 50 વર્ષીય રાજાભાઇ પચાણભાઇ રબારી ગત સવારે 8:30 થી સાંજે 5 વાગ્યા દરમિયાન કોઇપણ સમયે નર્મદા કેનાલમાંથી પાણી ભરતા કે કોઇ પણ રીતે પડી ગયા બાદ ડૂબી જવાને કારણે મોત નિપજ્યું હોવાનું તેમનો મૃતદેહ લઇ આવનાર ટપ્પરના ડાહ્યાભાઇ ભુરાભાઇ રબારીએ અંજાર સરકારી હોસ્પિટલના તબીબને જણાવતાં આ બાબતે અંજાર પોલીસને ઘટના અંગે જાણ કરાઇ હતી. વધુ તપાસ પીએસઆઇ સી.બી.રાઠોડે હાથ ધરી છે.

આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. આ જ દિવસે રાત્રે શનિદેવ મંદિર નજીક આવેલી નર્મદા કેનાલમાં બાળમિત્રો રમતા રમતા પડી જતાં ડૂબી જવાને કારણે જીવ ગુમાવ્યો હોવાનાી ઘટના બની હતી. એક જ દિવસમાં ત્રણ જીવ આ નર્મદા કેનાલમાં ગયા હોવાની ઘટનાઓથી આ કેનાલ આસપાસ સલામતી માટેની વ્યવસ્થા કરવી જોઇએ તેવી માંગ ઉઠી હતી.

ઉનડોઠમાં ઝેરી દવા પી ખેત મજુરની આત્મહત્યા
નખત્રાણા તાલુકાના ઉનડોઠ ગામની જલારામ વાડીમાં 20 વર્ષીય ખેત મજૂર યુવાને કોઇ અગમ્ય કારણોસર જંતુનાશક દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગઢશીશા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ પંચમહાલ વેજલપુરના અને હાલ ઉનડોઠ ગામે જલારામ વાડીમાં ખેત મજુરી કરતા ભરતભાઇ માનસંગભાઇ નાયક (ઉ.વ.45) એ પોલીસમાં જાહેર કર્યુ હતું કે, તેમના પુત્ર પિન્ટુભાઇ ભરતભાઇ નાયકા (ઉ.વ.20)એ સોમવારે સવારે કોઇ અગમ્ય કારણસર જંતુનાશક દવા પી લેતાં તેને પ્રથમ સારવાર માંડવી સરકારી હોસ્પિટલમાં અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસે઼ડાતાં જ્યાં સારવાર દરમિયાન સોમવારે રાત્રીના સવા બાર વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

નગાવલાડીયામાં 1 માસ પૂર્વે ઝેરી દવા પી જનાર યુવાને દમ તોડ્યો
અંજારના નગાવલાડીયા ખાતે રહેતા 44 વર્ષીય મેમાભાઇ ચાંગાભાઇ ડાંગરે ગત તા.21/11 ના સાંજે પોતાના ઘરથી 1 કિલોમીટર દૂર અજાણી ઝેરી દવા પી લીધી હતી જેમને પ્રથમ આદિપુરની હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તા.30/11 ના તેમને રજા પણ અપાઇ હતી પરંતુ તા.1/12 ના રોજ ફરી શ્વાસમાં તકલીફ ઉપડતાં રાજકોટ વધુ સારવાર માટે રીફર કરાયા હતા જ્યાં તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની જાણ રાજકોટ હોસ્પિટલના તબીબે અંજાર પોલીસને કરતાં પીએસઆઇ જી.બી.માજીરાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...