તપાસ:મચ્છુનગર પાસે કચરા વચ્ચેથી ત્યજેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુશંકા માટે સ્મશાન પાસે ગયા તો લુંગીમાં વીંટળાયેલુ બાળક મળ્યું
  • ખારીરોહરના છકડા ચાલકે તેના માતા પિતા સબંધી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

ગાંધીધામ ના મચ્છુ નગર પાસે થી છકડા ચાલક ને લુંગી માં વીંટળાયેલુ ત્યજેલુ નવજાત શીશુ મૃત હાલત માં મળી આવ્યુ હતુ . છકડા ચાલકે બાળક ના માતા પીતા તથા સબંધીઓ વીરુધ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

ખારી રોહર રહેતા છકડા ચાલક સુલતાન ઇશાભાઇ ભટ્ટી તેના ગામ ના ગનીભાઇ કાતીયાર સાથે બાઇક પર ગાંધીધામ આવી રહ્યા હતા ત્યારે મચ્છુ નગર સ્મશાન નજીક સોનલ વોટરસપ્લાય પાસે તેઓ લધુશંકા કરવા રોડ સાઇડમાં આવેલા વાડા માં ટ્રેઇલર ની ભંયાર કેબીનો અને કચરા વચ્ચે લુંગી માં વીંટળાયેલુ મૃત નવજાત શિશુ દેખાતા તેની સાથેના ગની ભાઇ અને સોનલ વોટર સપ્લાય ના હરીભા ગઢવી ને બોલાવી બી ડિવિઝન પોલીસ ને જાણ કરતા પોલીસે ધટના સ્થળે પહોચી આઠ મહીના ના લાગતા નવજાત શીશુ નો મૃત દેહ સરકારી હોસ્પિટલ લઇ જવાયો હતો.

પોલીસે જણાવ્યા મુજબ બાળકના શરીરે કોઇ ઇજા કે જોર જુલમના નિશાન જોવા મળ્યા ન હતા. છકડા ચાલક સુલતાન ઇશા ભાઇ ભટ્ટી એ આ મૃત બાળકના વાલી વારસ ને જાણતા ના હોઇ આ મૃત બાળક ને ત્યજનાર તેના માતા પિતા અથવા તેના સગા સંબંધી વીરુધ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પી.એસ.આઇ. એન.આઇ.બારોટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજના ભય થી કે પાપ છુપાવવા નાના બાળકોને ત્યજી દેવાનો આ સીલસીલો કચ્છમાં વર્ષોથી ચાલી રહ્યો છે. આનો કોઇ કાયમી નિવેડો લવાય તેવો સુર ઉઠતો રહ્યો છે, પરંતુ તે દિશામાં હજી સુધી જોઇએ તેવા પગલાઓ ભરવામાં આવ્યા નથી. બાળક મૃત છોડી દેવાતા હોવાથી તેની જનેતા પ્રત્યે લોકો ફીટકાર વરસાવે છે.

અન્ય સમાચારો પણ છે...