તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Amusement Park, Dr. Ambedkar Bhavan Facility Will Be Provided, The People Of The Complex Will Be Provided Facilities Worth Crores Of Rupees In The New Year By The Corporation, DPT, Administration.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:એમ્યુઝમેન્ટ પાર્ક, ડૉ. આંબેડકર ભવનની સુવિધા મળશે, સંકુલના લોકોને નવા વર્ષે કરોડો રૂપિયાની સુવિધાઓનો લાભ પાલિકા, ડીપીટી, વહીવટી તંત્ર દ્વારા અપાશે

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઇ દ્વારા આદિપુરમાં 10 કરોડના ખર્ચે નવી ગટરલાઇનનું આયોજન : પાલિકા લોકોને સારા રસ્તાની ભેટ આપશે
  • એમ્યુઝમેન્ટ પાર્ક લોક સુવિધા માટે નવા વર્ષે શરૂ કરી દેવામાં આવશે : અનેકવિધ વિકાસ કામો થઇ શકે છે

ગાંધીધામ નગરપાલિકા દ્વારા શહેરીજનોને સારી સુવિધાઓ પુરી પાડી શકાય તે માટે તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું છે. કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટને અનુસંધાને જોવામાં આવે તો નવા વર્ષે પાલિકાના 30થી વધુ રસ્તાઓ જે ખખડધજ છે તેનું નવીનીકરણ થશે અને નવા વર્ષે લોકોને ભેટ આપવામાં આવશે. પાલિકા દ્વારા અન્ય પણ વિકાસ કામો શરૂ કરવામાં આવશે. અંદાજે ચારેક વર્ષથી ચાલતા એમ્યુઝમેન્ટ પાર્કને પણ લોક સુવિધા અર્થે ખુલ્લુ મુકવામાં આવનાર છે. નગરપાલિકા નવા વર્ષે 4.60 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક અને દીન દયાળ પોર્ટ અંદાજે 35 કરોડના ખર્ચે થયેલા ડૉ. આંબેડકર ભવનને લોક સુવિધા અર્થે મુકશે. આ સહિતની અન્ય સુવિધાઓ તથા પ્રોપર્ટી કાર્ડની પણ વ્યવસ્થા આ વર્ષે થઇ જશે. જેનાથી લોકોને હાશકારો થશે.

પાલિકા દ્વારા નવા વર્ષે લોકોને ભેટ આપી શકાય તે હેતુથી લાંબા સમયથી કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વરસાદી મારને લઇને બિસ્માર બનેલા રસ્તાઓના નવીનીકરણ કરી શકાય તે હેતુથી નગરપાલિકાને 12 કરોડ જેવી રકમ ફાળવવામાં આવી હતી. આપવામાં આવેલી આ રકમમાંથી સર્વેમાં જે તુટી ગયેલા રસ્તાઓ હતા તેને નવા વાઘા પહેરાવવા પાલિકાએ કવાયત હાથ ધરી હતી. તબક્કાવાર સ્થિતિમાં પહોંચેલા આ આયોજનમાં પાલિકાના પ્રમુખ કાનજીભાઇ ભર્યાએ જણાવ્યું હતું કે, શહેરીજનોને અનેકવિધ સુવિધાઓ નવા વર્ષે આપવામાં આવનાર છે. એમ્યુઝમેન્ટ પાર્ક પણ શરૂ કરી દેવામાં આવશે.

લોકોને નવા વર્ષની ભેટ આપવા પાલિકા દ્વારા અનેકવિધ આયોજનો પણ કરાયાનો દાવો કરાયો હતો. જ્યારે મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શહેરીજનોને પુરતી સુવિધાઓ મળે તે માટે પાલિકા કવાયત કરી રહી છે. નવા વર્ષે આદિપુર માટે નવી ગટરલાઇન અંદાજે દશેક કરોડના ખર્ચે નાખવા માટે તૈયારી હાથ ધરવામાં આવી છે.

પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન વિજય મહેતા, પીડબલ્યુડીના ચેરમેન ઘેલાભાઇ ભરવાડ વગેરે પણ લોકોને સારી સુવિધાઓ નવા વર્ષે મળે તે માટે કમર કસી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આપેલી વિવિધ યોજનાઓમાં કેટલી યોજનાઓ લાંબા ગાળાની હોવાથી હજુ તેમાં વધુ આગળ વધી શકાશે તેમ લાગતું નથી અને લાંબા ગાળે તે સુવિધાઓ લોકોને મળશે જેમાં સેગ્રીગેશન પ્લાન્ટ, પીવાના પાણીનો પ્રોજેક્ટ વગેરેનો સમાવેશ થાય છે.

ઘર આંગણે ફરિયાદનો ઉકેલ લાવવો પડશે
નગરપાલિકા દ્વારા લોકોની સુવિધાઓ પુરી પાડવા માટે જે મહેનત કરવામાં આવે છે તેમાં કેટલીક વખત છીંડા હોવાને લઇને કલબલાટ વધતો હોય છે. પાલિકાના સૂત્રધારો દ્વારા જે નેમથી કામ કરવામાં આવે છે તેમાં પણ આ વિઘ્નને લઇને અંતરાય આવતો હોય છે. જેથી કેટલીક સુવિધાઓમાં વિલંબ થતો હોય છે. અંદાજે આઠેક વોર્ડ ઓફિસ ચલાવવામાં આવી રહી છે તેમાં અગાઉ કરવામાં આવેલી જાહેરાતોમાં વોર્ડ ઓફિસ અદ્યતન કરવા ઇ-ઓફિસ કરવામાં આવનાર હતી.પરંતુ આ બાબતે જોઇએ તેવી કોઇ પ્રગતિ થઇ નથી. જો આવી વોર્ડ ઓફિસ અદ્યતન બનાવવામાં આવે તો સંબંધિત કક્ષાએ જે તે વોર્ડમાં ફરિયાદનો નિકાલ તાત્કાલિક લાવી શકાય અને કમ્પ્યુટર આધારિત ફરિયાદનું નિરાકરણ આવતાં લોકોની ઝંખના પણ સંતોષાશે.

નળ અને ગટરનું નેટવર્ક સુધરશે
નવા વર્ષે લોકોને આપવામાં આવનાર ભેટમાં હાલ જોવામાં આવે તો અંદાજે 60 કરોડના ખર્ચે પાણીની લાઇન અને ગટરની લાઇન નાખવામાં આવી રહી છે તેની કેટલીક કામગીરી સેક્ટર વાઇસ પુરી થઇ ગઇ છે. જે તે વિસ્તારોમાં આ લાઇન નખાઇ ગઇ છે ત્યાં પાણી અને ગટરના જોડાણ આપવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે જોતાં શહેરીજનોને આ પ્રોજેક્ટમાં 2021ની દિવાળી સુધીમાં સારી એવી સુવિધાઓ લોકોને મળી શકે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે પાણીની નવી સુવિધા ઉપલબ્ધ થતાં નેટવર્કમાં સુધારો આવશે અને ભુતીયા કનેકશનો નાખવામાં આવ્યા હશે તે દૂર થશે.

હાલ પણ સરકારે ગેરકાયદેસર નળ કનેકશનોને કાયદેસર કરવાની જાહેરાત કરી છે તેના અનુસંધાને પણ પાલિકાને આવક થસે અને તે અંગે પાણીનું નેટવર્ક પણ નવી લાઇનને લઇને સુધરશે જેને લઇને છેવાડાના લોકોને પાણી મળે તેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. જ્યારે બગીચાઓમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. અદ્યતન ફુવારા મુકીને લોકોને હરવા ફરવા માટે મહત્વનું સ્થળ બની રહે તે માટે પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

ગાંધીધામ નગરપાલિકા પાસે લોકોને પ્રાથમિક સુવિધાઓની ઝંખના નવાવર્ષે નગરપાલિકા પાસે લોકોની જે મહત્વની ઝંખના હોય તો તે પ્રાથમિક જરૂરીયાતો છે. જેમાં પણ પાણી અને ગટરની વ્યવસ્થિત સુવિધાઓ મળે તો લોકોને પાલિકા પ્રત્યે જે કચવાટ છે તે દૂર થઇ શકે તેમ છે. આ માટે નગરપાલિકાના સુત્રધારોએ કમર કસીને લોકોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે પગલા ભરી અગાઉની જે ફરિયાદો આવી હતી જે તે વિસ્તારમાં તેનું આંકલન કરી વ્યવસ્થિત રીતે કામગીરી થાય તે માટે પણ આગળ આવવું પડશે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં લાઇટનો પ્રશ્ન પણ સળગતો રહ્યો છે. પાલિકા દ્વારા એલઇડી પ્રોજેક્ટ મુકવામાં આવ્યો હતો ત્યારે ઉહાપોહ પણ થયો હતો.

જે તે વિસ્તારોમાં મુકવામાં આવેલી આ એલઇડીને લઇને ઓછો પ્રકાશ અપાતો હોવા સહિતના મુદ્દે ફરિયાદો ઉઠી હતી. કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વોર્ડ વાઇસ વીજળીની બચત થશે તેવો દાવો કરાયો હતો. તેના અનુસંધાને જોવામાં આવે તો અંદરખાને કેટલીક લાઇટ બંધ જ રાખવામાં આવતી હોવાની ફરિયાદો બહાર આવી હતી. ભાજપના જ કોઇ પ્રદેશ કક્ષાના આગેવાનની ભલામણથી લાઇટના અપાયેલા કોન્ટ્રાક્ટે વિવાદ જગાવ્યો હતો. આખરે નગરપાલિકાને કોન્ટ્રાક્ટ પાછો ખેંચી લેવાની ફરજ પડી હતી અને 2 કરોડથી વધુનું ચુકવણું સંબંધિત પાર્ટીને કરવામાં આવ્યું હતું. વીજળીની બચતના નામે થયેલા આંધણમાં નવા વર્ષે વ્યવસ્થિત રીતે કામ થાય તે દિશામાં પાલિકાએ જરૂરી કામગીરી કરવાની રહેશે.

સિટી સર્વેની કચેરી દ્વારા પ્રોપર્ટી કાર્ડ અપાશે
સંકુલના લોકોને મહત્વની ગણાય તેવી સુવિધાઓમાં જમીનનો પ્રશ્ન વિકટ બન્યો છે. ડીપીટી હસ્તકની જમીન ફ્રી હોલ્ડની કરવા સહિતના મુદ્દે ચેમ્બર દ્વારા લોકોને સાથે રાખી લડત પણ ચલાવવામાં આવી હતી. જેના ભાગરૂપે અંદાજે 45 હજાર જેટલી મિલ્કતોનું રેકર્ડ ડીપીટી દ્વારા આપી દેવામાં આવ્યું છે અને હવે સિટી સર્વે કચેરી દ્વારા તબક્કાવાર પ્રોપર્ટી કાર્ડ આપવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવશે તે જોતાં નવા વર્ષે મોટા ભાગના મિલ્કત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી જાય તેવી શક્યતા છે.

ડીપીટી દ્વારા ડૉ. આંબેડકર ભવન ખૂલ્લુ મુકાશે
દીન દયાળ પોર્ટના ચેરમેન એસ.કે. મહેતાએ જણાવ્યું હતું કે, નવા વર્ષે અદ્યતન ડૉ. આંબેડકર ભવન જેનું અંદાજે 35 કરોડના ખર્ચે નિર્માણ થયું છે તે ખૂલ્લુ મુકવામાં આવશે. આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંકુલના લોકોને એક નવા હોલની સુવિધા પ્રાપ્ત થશે તેવો તેઓએ દાવો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો