તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:વધતા કેસ વચ્ચે 45 વર્ષથી વધુનાને રસી લેવી હિતાવહ

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજથી ગાંધીધામમા 23 સ્થળોએ કોરોના વેક્સિનેશનનો થશે પ્રારંભ, 1551ને અપાઈ રસી

સમગ્ર દેશ, રાજ્ય અને જિલ્લાની જેમ ગાંધીધામમા પણ કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને નાથવાના માત્ર બે ઉપાય કે નિયમોનું પાલન અને યોગ્યતા પ્રાપ્ત લોકોનું રસીકરણ પર સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા ભાર અપાઈ રહ્યો છે. શુક્રવારે ગાંધીધામમાં લોકોને રસી અપાઈ હતી. કોરોના રસીકરણની મુવમેંટ આખા દેશમાં ચાલી રહી છે અને કચ્છમાં સૌથી નાનો તાલુકો હોવા છતાં તેમાં સારી કામગીરી કરવામાં ગાંધીધામ અગ્રણી તાલુકાઓમાં દેખાઈ રહ્યુ છે. 3 એપ્રિલથી ગાંધીધામ તાલુકામા 23 સ્થળોએ કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવશે તેમ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું. શુક્રવારે કુલ 1551 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

ક્યાં સ્થળો પર આજે 45થી વધુ આયુના નિઃશુલ્ક કોરોના વેક્સિન મેળવી શકશે?
ગાંધીધામના અમરચંદ સિંઘવી સ્કુલ સ્કુલ, અરજણ સ્ક્વેર, ઝુલેલાલ મંદિર, અગ્રવાલ સમાજ, મારવાડી ભવન, લાયન્સ ક્લબ,, પીએચસી કિડાણા, શાંતિકુંજ સ્કુલ, અંતરજાળ પ્રા. શાળા, કિડાણા પ્રા. શાળા, શિણાય પ્રા. શાળા, ખારિરોહર પ્રા. શાળા, કંડલા પ્રા.શાળા, પડાણા પ્રા. શાળા, ગળપાદર કન્યા શાળા, ગળપાદર સબ સેંટર, પીએચસી મીઠીરોહર, કચ્છી દશા ઓસવાલ, નવી કોર્ટમા, બુઢા આશ્રમ, રેલવે હોસ્પિટલ, રામબાગ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર આદિપુર, વોર્ડ 4 બી સેંટર, સુંદરપુરી પાણીના ટાંકા પાસે, ગણેશનગર મહેશ્વરી સમાજવાડી, ગોપાલપુરી હોસ્પિટલ, જીઈબી ગાંધીધામ ખાતે આજે વેક્સિનેશન કાર્યક્રમ યોજાશે. જે મહતમ સ્થળો પર દસ દિવસ માટે સતત ચલાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો