તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પરેશાન:સુરજબારી પુલનો એકાંતરે ટ્રાફિકજામ વાહનચાલકો માટે માથાનો દુ:ખાવો

ગાંધીધામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દોઢેક કલાક સુધી વાહનો અટવાતા લોકો પરેશાન

કચ્છથી બીજા જીલ્લાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગનો સુરજબારી પુલ પરનો ટ્રાફિકજામ વાહનચાલકો માટે હવે એકાંતરે શીર દર્દ સાબિત થઈ રહ્યું છે તેમ કોંગ્રેસના ગોવિંદ દનીચાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ પાસે રજૂઆત કરતા જણાવ્યું હતું. કચ્છથી રાજકોટ એરપોર્ટ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પહોંચવાનું હોય કે હોસ્પિટલ સહિત વિવિધ કારણોસર જિલ્લા બહાર જવા માટે આ સ્થળેથી પસાર થતાં ટ્રાફિકને કારણે પહોંચી શકાતું નથી. એકથી દોઢ કલાક સુધી ટ્રાફિકમાં સતત વાહનચાલકોને ઉભા રહેવાથી મોંઘા ઇધનનું પણ આર્થિક મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

આ માર્ગ પર લાંબી કતારો થી ફોર વ્હીલરની સાથે સાથે એસટી, લક્ઝરી બસો અને ટ્રાન્સપોર્ટરો માટે માથાનો દુખાવો સાબિત થાય છે. જેથી આ સમસ્યા તો હલ કરવા પોલીસ પેટ્રોલિંગ અને રોડ પર બગડી ગયેલા વાહનોને સાઈડમાં કરવા માટે સાધનો ઉપલબ્ધ કરાવવાની ખાસ જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...